Relationship Tips: જ્યારે બે લોકો રિલેશનશિપમાં હોય છે તો ધીરે ધીરે તેમની વચ્ચે સંબંધ ગાઢ થઈ જાય છે. એકબીજા સાથે વર્ષો સુધી સાથે રહેવાના કારણે તેમને એકબીજા વિશે ઘણી બધી વાતો જાણવા મળે છે. કેટલાક લોકોને વર્ષોના રિલેશનશિપ પછી એવું અનુભવ થાય છે કે તે વ્યક્તિને જ જીવનસાથી બનાવી લેવામાં આવે. અને કેટલાક લોકોનો અનુભવ ખરાબ રહે છે અને તેઓ રિલેશનશિપમાં થોડો સમય પસાર કર્યા પછી સમજી જાય છે કે તેઓ ખોટા વ્યક્તિ સાથે છે અને તેની સાથે લાંબા સમય સુધી રહેવું શક્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Signs of Cheating: આ 5 આદતો જણાવે છે કે તમારો પાર્ટનર છે દગાબાજ, સમય રહેતા ચેતી જાવુ


જ્યારે આવું થાય છે તો બ્રેકઅપ કરવું જરૂરી હોય છે. પરંતુ જે વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ રહ્યો હોય તેની સાથે બ્રેકઅપ કરવું મુશ્કેલ હોય છે. બ્રેકઅપની વાત પણ સમજી વિચારીને કરવી પડે છે કારણ કે બ્રેકઅપ પછીનો સમય હેન્ડલ કરવો મુશ્કેલ હોય છે. 


સૌથી વધુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કોઈ એક વ્યક્તિને બ્રેકઅપ કરવું હોય અને બીજા વ્યક્તિને સંબંધ આગળ વધારવો હોય. આવી સ્થિતિમાં જેને બ્રેકઅપ કરવું છે તેણે સમજદારીથી કામ લેવું પડે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે જો જીવનમાં બ્રેકઅપની સ્થિતિ સર્જાય તો કેવી રીતે બ્રેકઅપની વાત કરવી.


આ પણ વાંચો: બીજાને નહીં પહેલા પોતાને ખુશ રાખો... આ ટીપ્સ અપનાવી ટેન્શનને કહી દો બાય બાય...


બ્રેકઅપ માટેની ટીપ્સ


- સૌથી પહેલા તો મગજને શાંત રાખવો જરૂરી છે. જો તમે ઈમોશન માં આવીને કોઈ વાત કરો છો તો સ્થિતિ બગડી પણ શકે છે તેથી મગજને કંટ્રોલમાં કરીને બ્રેકઅપની વાત કરવી. પોતાની વાત પાર્ટનરને શાંતિથી સમજાવશો તો તે સરળતાથી તમારી વાત સમજી જશે. 


- ઘણા લોકો બ્રેકઅપની વાત કરી સામેની વ્યક્તિને હર્ટ કરી બેસે છે. આ રીતે બ્રેકઅપ કરવું યોગ્ય નથી. તમે તમારા પર્સનલ રીઝનના કારણે બ્રેકઅપ કરતા હોય તો પણ સામેની વ્યક્તિના સન્માનનું પણ ધ્યાન રાખો. એવું કોઈ જ વર્તન ન કરો જેના કારણે સામેની વ્યક્તિ અન્ય લોકો સામે મજાકને પાત્ર બને. બ્રેકઅપની વાત પણ હેલ્ધી વાતાવરણમાં યોગ્ય રીતે કરવી. 


આ પણ વાંચો: ઝઘડા પછી અબોલા તોડવા બેસ્ટ છે આ 3 ટોપિક, પાર્ટનર બધું ભુલીને વાતચીત કરી દેશે શરુ


- બ્રેકઅપ કરવા પાછળ સાચું કારણ શું છે તે હંમેશા પોતાના પાર્ટનરને જણાવી દેવું. પાર્ટનરને સાચી વાત જાણીને દુઃખ થશે તેવું માનીને ખોટા રિઝન ન આપવા. તમારું સ્ટ્રોંગ રિઝન હોય તે પાર્ટનરને સારી રીતે સમજાવી દેવું. તમે સરળ શબ્દોમાં એવું પણ કહી શકો છો કે આ સંબંધમાં કમ્ફર્ટેબલ નથી લાગતું અને આ યોગ્ય સમય છે રસ્તા અલગ કરવાનો. 


- બેમાંથી જ્યારે કોઈ એક પાર્ટનરને બ્રેકઅપ કરવું હોય ત્યારે બ્રેકઅપની વાત પર સામેની વ્યક્તિ અપસેટ થશે કે નક્કી છે. તેથી બ્રેકઅપની વાત કરવા જાવ તે પહેલા જ તમે પોતે મેન્ટલી પ્રિપેર રહેજો કે પાર્ટનરનું રિએક્શન કેવું હશે અને તે સિચ્યુએશનને તમે કેવી રીતે હેન્ડલ કરશો.


આ પણ વાંચો: Relationship Tips: પાર્ટનરના ફોનમાં તાક જાક કરવાની આદત છે ? તો પહેલા જાણી લો આ વાત


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)