Relationship Tips: રિલેશનશિપમાં બે વ્યક્તિ વચ્ચે ક્યારેક ઝઘડો થાય તે સામાન્ય વાત છે. ઘણી વખત એવું પણ થાય છે કે કેટલાક દિવસો સુધી વાતચીત બંધ થઈ જાય. દરેક કપલ વચ્ચે આવું થાય છે અને થોડા દિવસમાં બધું સામાન્ય પણ થઈ જાય છે કપલ બધી વાતોને ભૂલીને ફરીથી એકબીજા સાથે ખુશ રહેવા લાગે છે. આવું ત્યારે થાય છે જ્યારે ઝઘડા પછી કેટલીક ભૂલ કરવામાં ન આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કપલ વચ્ચે ઝઘડો થાય ત્યારે બેમાંથી કોઈ એક વ્યક્તિ પણ આ 3 ભૂલો કરે છે તો પછી વાત વધી જાય છે. જે સમસ્યા થોડા દિવસોમાં દૂર થવાની હોય તે લાંબી ચાલે છે. આજે તમને જણાવીએ કેટલીક એવી ભૂલ વિશે જે ઝઘડો પર કર્યા પછી ક્યારેય ન કરવી. 


આ પણ વાંચો: Relationship Tips: લગ્ન પછી બોરિંગ થયેલી લાઈફમાં ફરી છવાશે રોમાન્સ, ફોલો કરો આ ટીપ્સ


ઝઘડાની શરૂઆત


જો ઝઘડાને તમારે પૂરો કરવો છે તો ભૂલથી પણ ઝઘડાની શરૂઆત કઈ વાતથી થઈ હતી તેના પર ફોકસ કે દલીલ ન કરો. ઝઘડો પૂરો થયા પછી જો ફરીથી તમે દલીલબાજી કરશો તો વાત વધી જશે. તેનાથી બંને વ્યક્તિનો ગુસ્સો ફરીથી વધી જાય છે.


દેખાડો ન કરો


ઝઘડો પૂરો કરવા માટે ઘણી વખત કપલ ફક્ત દેખાડે છે કે સમાધાન થઈ ગયું પણ મનમાં ઝઘડાની વાતની ગાંઠ બાંધી રાખી હોય છે. આવું ક્યારેય ન કરવું. જો તમારી ભૂલ હોય તો સહજતાથી સ્વીકારી સોરી બોલીને વાત પૂરી કરી દો. જો મનમાં વાત બાંધી રાખશો અને સમાધાનનો ખાલી દેખાડો કરશો તો સંબંધ ક્યારેય નોર્મલ નહીં થાય. 


આ પણ વાંચો: પાર્ટનર સાથે બધું શેર કરજો આ 5 સિક્રેટ ભુલથી પણ શેર ન કરતા.. નહીં તો આવી બનશે


ઉતાવળ ન કરો


કોઈ વાતને લઈને મોટો ઝઘડો થઈ જાય તો પછી સમાધાન કરવા માટે ઉતાવળ ન કરો. જો કોઈ ગંભીર મુદ્દા પર બે વ્યક્તિ વચ્ચે દલીલ થઈ હોય તો પછી શાંતિથી ધીરજ રાખો અને યોગ્ય સમયની રાહ જુઓ. શાંતિથી વિચારી અને ઝઘડાનું સોલ્યુશન લાવો. જો તમે સમાધાન કરવાની ઉતાવળ કરશો તો પણ વાત બગડી શકે છે. તેથી જો મોટો ઝઘડો થયો હોય તો થોડા સમય માટે એકબીજાને એકલા છોડી દો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)