Relationship Tips: લગ્ન પછી બોરિંગ થયેલી લાઈફમાં ફરીથી છવાશે રોમાન્સ, બસ ફોલો કરો આ ટીપ્સ

Relationship Tips: જેમ જેમ સમય પસાર થતો જાય તેમ પતિ-પત્ની વચ્ચે સંબંધોને લઈને જે એક્સાઈટમેન્ટ હોય તે ઘટવા લાગે છે. એક સમયે એવો પણ આવે છે કે જ્યારે કપલને એકબીજાની સાથે રહેવું બોરિંગ લાગે છે. આવી સ્થિતિમાં ઘણી વખત ઝઘડો થાય, વિવાદ થાય કે એકબીજા પર ગુસ્સો આવે છે. લગ્ન જીવનમાં આવી સ્થિતિ સર્જાય હોય તો તેના માટે કપલે કેટલાક કામ કરી લેવા જોઈએ. 

Relationship Tips: લગ્ન પછી બોરિંગ થયેલી લાઈફમાં ફરીથી છવાશે રોમાન્સ, બસ ફોલો કરો આ ટીપ્સ

Relationship Tips: લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ લગ્નના શરૂઆતના વર્ષોમાં કપલ્સ વચ્ચે એક્સાઈટમેન્ટ પ્રેમ અને વાતચીત વધારે પ્રમાણમાં થાય છે. પછી જેમ જેમ સમય પસાર થતો જાય તેમ પતિ-પત્ની વચ્ચે સંબંધોને લઈને જે એક્સાઈટમેન્ટ હોય તે ઘટવા લાગે છે. એક સમયે એવો પણ આવે છે કે જ્યારે કપલને એકબીજાની સાથે રહેવું બોરિંગ લાગે છે. આવી સ્થિતિમાં ઘણી વખત ઝઘડો થાય, વિવાદ થાય કે એકબીજા પર ગુસ્સો આવે છે. લગ્ન જીવનમાં આવી સ્થિતિ સર્જાય હોય તો તેના માટે કપલે કેટલાક કામ કરી લેવા જોઈએ. આજે તમને આવી જ કેટલીક ટિપ્સ જણાવીએ જેને ફોલો કરવાથી લગ્નજીવનમાં ફરીથી રોમાન્સ વધી શકે છે. 

વાતચીત સુધારો

લગ્ન પછી જે જવાબદારીઓ આવે છે તેને નિભાવતા ઘણી વખત પતિ પત્ની એકબીજા સાથે વાતચીત કરવાનો પણ સમય કાઢી શકતા નથી. જો તમારી વચ્ચે પણ વાતચીત ઓછી થઈ ગઈ હોય તો સૌથી પહેલા કોમ્યુનિકેશન સુધારો. વાતચીત કરવાથી બોરીયત દૂર થાય છે. સાથે જ જો કોઈ ગેરસમજ હોય તો તે પણ દૂર થઈ જાય છે. 

એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરો

લગ્નના થોડા વર્ષ પછી કપલ એકબીજાને હગ કરવાનું તો દૂર હાથ પકડીને ચાલવાનું પણ છોડી દેતા હોય છે. જરૂરી નથી કે લગ્નના શરૂઆતના સમયમાં જ આવું થાય લગ્નના વર્ષો પછી પણ જ્યારે તમે વોક પર નીકળો તો એકબીજાનો હાથ પકડીને નીકળી શકો છો. જો આવી રીતે તમે પ્રેમ વ્યક્ત કરતા રહેશો તો લગ્નજીવનમાં ક્યારેય બોરીયત નહીં આવે. 

રોમાન્સભરી ક્ષણોને યાદ કરો

જો લગ્નના ત્રણ ચાર વર્ષ પછી જ તમને લાઈફ બોરિંગ લાવવા લાગી છે તો સંબંધોમાં ફરીથી ઉષ્મા લાવવા માટે શરૂઆતના સમયના રોમાન્સ ને યાદ કરો. તમારા પાર્ટનરને પણ યાદ કરાવો કે તમે કેવો સમય જીવતા હતા. એકબીજા સાથે જુના એક્સપિરિયન્સને લઈને વાતચીત કરો. પોતાના રૂમને ડેકોરેટ કરો વગેરે કામ કરો. 

સુતા પહેલા વાત કરો

આ કામ દરેક કપલ એ કરવું જોઈએ. આખો દિવસ તમે તમારા કામમાં વ્યસ્ત રહ્યા હોય તો રાત્રે સૂતા પહેલા ઓછામાં ઓછી 10 મિનિટ તો પોતાના પાર્ટનર સાથે વાતચીત કરો. આ 10 મિનિટની વાતચીત તમારી વચ્ચે આવેલા અંતરને દૂર કરી દેશે. 

રોમાન્સને કરો વેલકમ

લગ્ન પછી કપલની જેમ જેમ ઉંમર વધે છે તેમ તેઓ રોમાન્સથી દૂર રહેવા લાગે છે. પતિ પત્નીએ લગ્નના વર્ષો પછી પણ પ્રેમ જાળવી રાખવો હોય તો રોમાન્સ હંમેશા હોવો જોઈએ. પતિએ પત્નીને અને પત્નીએ પતિને હંમેશા સ્પેશિયલ ફિલ કરાવતા રહેવું જોઈએ. નાની નાની વાતોમાં પ્રેમ વ્યક્ત કરતા રહેવાથી લગ્ન જીવનમાં પ્રેમ હંમેશા જળવાઈ રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news