Relationship Tips: લગ્નના વર્ષો પછી પણ સંબંધોમાં જળવાઈ રહેશે પહેલા જેવો રોમાંચ, બસ 3 વાતોને રાખો યાદ
Relationship Tips: ઘણા કપલ એવા હોય છે જે એકબીજાની સાથે રહેતા તો હોય છે પરંતુ ફિઝિકલી એકબીજાથી સંતુષ્ટ નથી હોતા. તો વળી કેટલાક લોકો ફિઝિકલ ઇન્ટિમસીને લઈને ડાયરેક્ટ વાતચીત પણ કરતા નથી. જેના કારણે એ પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા પણ થતા હોય છે. જોકે આ લડાઈ ઝઘડાનું સાચું કારણ શું છે તે પણ તે જણાવી શકતા નથી.
Relationship Tips: રિલેશનશિપમાં ફિઝિકલ ઇન્ટિમસી ખૂબ જ જરૂરી હોય છે. રિલેશનશિપને સ્ટ્રોંગ બનાવવાનું કામ ફિઝિકલ ઇન્ટિમસી કરે છે. જોકે આજનો સમયમાં પણ આ મુદ્દે પતિ-પત્ની પણ એકબીજા સાથે ખુલીને વાત કરી શકતા નથી. કપલ એકબીજા સાથે વાત કરવામાં સંકોચ રાખે છે. પરંતુ આ મુદ્દો એવો છે જેના પર દરેક પતિ પત્નીએ ખુલીને વાતચીત કરવી જોઈએ અને પોતાના વિચાર એકબીજાને જણાવવા જોઈએ તેનાથી સંબંધ પણ ગાઢ અને પ્રેમથી ભરપૂર રહે છે. આ અંગે કપલ એકબીજા સાથે જો ચર્ચા કરે તો એકબીજામાં ઇન્ટરેસ્ટ જળવાઈ રહે છે અને દાંપત્યજીવન ક્યારેય બોરિંગ નથી લાગતું.
આ પણ વાંચો: Extramarital Affair: પતિ અને બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે લફરું ચાલતું હોય તો શું કરવું ?
જોકે આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા કપલની વચ્ચે ફિઝિકલ ઇન્ટિમસી ઓછી જોવા મળે છે. જેના કારણે તેમને ખબર નથી હોતી પરંતુ તેમના સંબંધો પર અસર થવા લાગે છે. ઘણા કપલ એવા હોય છે જે એકબીજાની સાથે રહેતા તો હોય છે પરંતુ ફિઝિકલી એકબીજાથી સંતુષ્ટ નથી હોતા. તો વળી કેટલાક લોકો ફિઝિકલ ઇન્ટિમસીને લઈને ડાયરેક્ટ વાતચીત પણ કરતા નથી. જેના કારણે એ પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા પણ થતા હોય છે. જોકે આ લડાઈ ઝઘડાનું સાચું કારણ શું છે તે પણ તે જણાવી શકતા નથી. આવી સ્થિતિમાં દાંપત્ય જીવનમાં પ્રેમ ઘટી જાય છે. આવી સમસ્યા હોય તો તેનું સમાધાન 3 રીતે લાવી શકાય છે. આ 3 ટીપ્સને ફોલો કરીને તમે તમારા પાર્ટનર સાથે ફિઝિકલ ઇન્ટિમસી સ્ટ્રોંગ બનાવી શકો છો
આ પણ વાંચો: Extra Marital Affairs: શા માટે લગ્ન પછી બીજા પુરુષ સાથે લફરું કરે છે પરિણીત મહિલા ?
વાતચીત કરો
વાતચીત દરેક સમસ્યાનો સમાધાન છે. ઝઘડા પછી વાતચીત કરવી જેટલી જરૂરી છે એટલી જ જરૂરી છે કે ફિઝિકલ ઇન્ટિમસીને લઈને પણ તમે તમારા પાર્ટનર સાથે ક્લિયર વાતચીત કરો. પાર્ટનરને પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ જણાવવામાં સંકોચ ન કરો અને સાથે જ પાર્ટનરની જરૂરિયાતો અને ઈચ્છાઓ વિશે પણ જાણો. તમને આ વાત વિચિત્ર લાગશે પરંતુ જો એક વખત તમે આ મુદ્દે વાતચીત કરી લીધી તો તમારા બંનેનું કનેક્શન ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે.
આ પણ વાંચો: પરિણીત પુરુષ શા માટે કરે છે લફરું ? આ કારણોથી બીજી સ્ત્રીમાં પડે છે પુરુષને રસ
સ્પર્શની ભાષા સમજો
પાર્ટનર સાથે સ્ટ્રોંગ કનેક્શન બનાવવું હોય તો ફક્ત બેડ પર થોડી મિનિટોનો સાથ પૂરતો નથી પરંતુ અલગ અલગ રીતે પાર્ટનરની નજીક જઈને તેને અનુભવ કરાવો કે તમે તેની સાથે ઈમોશનલી પણ છો. ખાસ કરીને પુરુષોએ આ વાતને સમજવી જોઈએ. ટચ થેરાપી એવી વસ્તુ છે જે પાર્ટનર સાથે ઈમોશનલ કનેક્શન બનાવવામાં મદદ કરે છે. જ્યારે તમારી પત્ની થાકેલી હોય કે પછી ઈમોશનલ હોય તો તેનો હાથ પકડો, તેને ગળે લગાડો કે પછી તેને માથામાં મસાજ કરી આપો. સામાન્ય લાગતી આ બાબતો તમારી પત્નીને ઈમોશનલ કનેક્શન ફીલ કરાવશે અને તેનાથી તમારી સેક્સ્યુઅલ લાઇફ પણ સુધરશે.
આ પણ વાંચો: Relationship: કુંવારા છોકરાઓને પરિણીત મહિલા વધારે શા માટે ગમે ? આ છે સાચું કારણ
નવા નવા એક્સપેરિમેન્ટ કરતા રહો
એવું મોટાભાગના કપલ સાથે થાય છે કે તેમના લગ્નને થોડા વર્ષો થઈ જાય પછી દાંપત્યજીવન બોરિંગ લાગવા લાગે. આવું એટલા માટે થાય છે કે કપલ નવા એક્સપેરિમેન્ટ કરવાનું ટાળે છે. પાર્ટનર સાથે રોમાંચ જાળવી રાખવા અને તેની વધારે નજીક આવવા માટે નવા નવા એક્સપેરિમેન્ટ કરતા રહો આમ કરવાથી સંબંધોમાં ક્યારેય બોરિયત નહીં આવે. ફિઝિકલ ઇન્ટિમસી પહેલા તમે અલગ અલગ પ્રકારની ગેમ રમી શકો છો તેનાથી તમારા સંબંધો ગાઢ થશે અને તમે એકબીજાની નજીક આવશો.