Relationship Tips: તમારા ઘરમાં પણ ઘર કી મુર્ગી દાલ બરાબર જેવી હાલત છે ? એટલે કે તમારા સંબંધને ચમક ફીક્કી પડી ગઈ હોય અને તમારો પાર્ટનર તમને મહત્વ આપતો ન હોય તો ચિંતા ન કરો. દરેક સંબંધમાં સારો અને ખરાબ સમય આવે છે. જરૂરી હોય છે કે સંબંધોમાં આવેલી સમસ્યાને સમજદારી પૂર્વક દૂર કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે તમને આવા જ કેટલાક સરળ રસ્તા જણાવીએ જેની મદદથી તમે સંબંધમાં પ્રેમ ફરીથી લાવી શકો છો. આ સરળ ટિપ્સને ફોલો કરીને તમે તમારા પાર્ટનરના દિલમાં પોતાની જગ્યાને મજબૂત બનાવી શકો છો અને પોતાના મહત્વને પણ વધારી શકો છો. 


આ પણ વાંચો: I Love You.. કહેવાની જરૂર નહીં પડે, બસ આ 4 કામ કરો, પાર્ટનર સમજી જાશે તમારા પ્રેમને


પોતાના મનની વાત સાંભળો 


જો બીજાના જીવનમાં ખાસ બનવું હોય તો સૌથી પહેલા પોતાના મનની વાત સાંભળવાનું રાખો. પોતાની જાતને પ્રશ્ન કરો કે તમે તમારા પાર્ટનરને કેટલું મહત્વ આપો છો ? ત્યાર પછી પોતાના પાર્ટનરને પોતાના મનની વાત સંભળાવવાનો પ્રયત્ન કરો. 


પાર્ટનર સાથે ખુલીને વાત કરો 


જો તમને લાગે કે તમારા પાર્ટનરના જીવનમાં તમારું મહત્વ નથી તો આ અંગે શાંત મનથી પોતાના પાર્ટનરની સાથે વાત કરો. તેના મનની વાત પણ સાંભળીને જ કોઈ તારણ કાઢો. સાથે જ તમે જણાવો કે તેની કઈ આદતો થી તમને આવું લાગે છે. 


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડને કરવી હોય ઈંપ્રેસ તો આ 4 વાતનું રાખવું ધ્યાન, તમારા પર થઈ જાશે લટ્ટુ


વાત સાંભળવા માટે તૈયાર રહો 


સંબંધમાં ફક્ત પોતાના મનની વાત કરવી જ જરૂરી નથી પરંતુ પાર્ટનરની વાત સાંભળવી પણ જરૂરી છે. તેથી હંમેશા પાર્ટનર માટે સારા લીઝનર બનો. તેના મનની વાત ઉપર પણ ધ્યાન આપો. જો તેને કોઈ ફરિયાદ છે તો દૂર કરવાનો પ્રયત્ન કરો. 


આ પણ વાંચો: દરેક વ્યક્તિને ખુશ કરવા જશો તો પોતે રહેશો દુ:ખી, આ 4 ટીપ્સ ફોલો કરી બદલી દો સ્વભાવ


એકબીજા સાથે સમય પસાર કરો 


મોટાભાગના કપલ વચ્ચે કોઈ મોટી સમસ્યા હોતી જ નથી. સમસ્યા હોય છે સમયના અભાવની. રોજની દોડધામના કારણે લોકો પોતાના સંબંધને નજરઅંદાજ કરવા લાગે છે. જેના કારણે પાર્ટનર પણ એકબીજાથી દૂર થઈ જાય છે. જ્યારે તમે એકબીજા માટે દિવસમાં થોડો સમય પણ કાઢવા લાગશો તો બધી જ ફરિયાદો દૂર થઈ જશે. આ સમય દરમિયાન તમે કંઈ પણ કરી શકો છો. જૂની યાદોને તાઝા કરી શકો છો, બહાર જઈ શકો છો, એકબીજાની વાત સાંભળી શકો છો અથવા તો ફિલ્મ જોવા જેવા અન્ય કામ પણ કરી શકો છો.