Relationship: શા માટે મહિલાઓ પોતાનાથી અડધી ઉંમરના છોકરા તરફ આકર્ષિત થાય ? કારણ જાણી લાગશે નવાઈ
Why Women Likes Younger Men: આજના સમયમાં મહિલાઓને પોતાનાથી નાની ઉંમરના છોકરાઓ વધારે પસંદ પડે છે. આ અંગે એક રિસર્ચ પણ કરવામાં આવી હતી જેમાં એ કારણ જાણવા મળ્યું કે શા માટે મહિલાઓને પોતાનાથી નાની ઉંમરના પુરુષો વધારે ગમે છે.
Why Women Likes Younger Men: પહેલાના સમયમાં લગ્નની કે સંબંધની વાત આવે તો ઉંમરને ખાસ ધ્યાનમાં રાખવામાં આવતી. ખાસ કરીને લગ્નની વાત હોય તો હંમેશા યુવકની ઉંમર યુવતી કરતા વધારે હોય છે. પરંતુ જેમ જેમ સમય બદલતો જાય છે તેમ આ રિવાજમાં પણ ફેરફાર આવી રહ્યા છે. બોલીવુડમાં પણ ઘણા એવા કપલ છે જેમાં પત્નીની ઉંમર પતિ કરતા મોટી હોય. આજના સમયમાં મહિલાઓને પોતાનાથી નાની ઉંમરના છોકરાઓ વધારે પસંદ પડે છે. આ અંગે એક રિસર્ચ પણ કરવામાં આવી હતી જેમાં એ કારણ જાણવા મળ્યું કે શા માટે મહિલાઓને પોતાનાથી નાની ઉંમરના પુરુષો વધારે ગમે છે.
આ પણ વાંચો: આ ઉંમરની છોકરીઓનું દિલ વારંવાર મચલે, રિલેશનશીપમાં હોવા છતાં બહાર મારે ફાંફાં..
આ રિસર્ચમાં એક ચેલેન્જ રાખવામાં આવી હતી. આ ચેલેન્જમાં એ વાત સામે આવી કે 30 થી 60 વર્ષની મહિલા પોતાનાથી નાની ઉંમરના પુરુષોને પસંદ કરે છે. અને તેમની સાથે જ રિલેશનમાં રહેવા માંગે છે. સાથે જ આ સ્ટડીમાં એ વાત પણ સાબિત થઈ કે કયા કારણથી મહિલા પોતાનાથી નાની ઉંમરના પુરુષો સાથે રિલેશનશિપમાં રહેવા માંગે છે.
આ પણ વાંચો: બોલીવુડના આ 5 હીરોની પત્નીઓએ સ્વીકાર્યા તેમના અફેર, લફરાંની ખબર પડ્યા પછી આપ્યો સાથ
કોન્ફિડન્સ
જ્યારે મહિલા નાની ઉંમરના યુવકને ડેટ કરે છે તો તેનામાં કોન્ફિડન્સ વધારે હોય છે. તેને એ વાતનો વિશ્વાસ હોય છે કે તે કોઈ પણ પુરુષને પોતાની અદાથી ઘાયલ કરી શકે છે. સાથે જ નાની ઉંમરના યુવક સાથે તે પોતે પણ યુવાન હોય તેવો અનુભવ કરે છે.
આ પણ વાંચો: Dating Mistakes: સિંગલ રહી લેશે પણ આ 4 આદતો ધરાવતા છોકરાને ડેટ નહીં કરે છોકરી
રોમેન્ટિક લાઈફ
પોતાનાથી નાની ઉંમરના પુરુષો સાથે રિલેશનશિપમાં રહીને મહિલા સેક્સ્યુઅલી વધારે સંતુષ્ટ રહે છે. આ એક સૌથી મોટું કારણ છે જેના કારણે મહિલાઓને નાની ઉંમરના યુવક પસંદ પડે છે. નાની ઉંમરના યુવક વધારે રોમેન્ટિક હોય છે જેના કારણે મહિલાઓની લાઈફ પણ વધારે રોમેન્ટિક બની જાય છે. તેથી તેઓ નાની ઉંમરના યુવક તરફ ઝડપથી એટ્રેક્ટ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)