Relationship Tips: આ ઉંમરની છોકરીઓનું દિલ વારંવાર મચલે, રિલેશનશીપમાં હોવા છતાં બહાર મારે ફાંફાં, સ્ટડીમાં થયો ખુલાસો
Relationship Tips: આ મામલે એક સ્ટડી પણ થઈ હતી જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કઈ ઉંમરમાં છોકરીઓ પોતાના પાર્ટનરને સૌથી વધુ દગો કરે છે. એટલે કે એક રિલેશનશિપમાં હોવા છતાં બીજા સાથે સંબંધ રાખે છે.
Trending Photos
Relationship Tips: જો પ્રેમમાં વ્યક્તિ એવું વિચારે કે તેના પાર્ટનર તેને ક્યારેય છેતરશે નહીં તો તે સંપૂર્ણપણે ખોટી વાત સાબિત થઈ શકે છે. કારણ કે જે રીતે વ્યક્તિની ઉંમર વધે તેમ તેના સ્વભાવમાં પણ ફેરફાર આવે છે. વ્યક્તિ જેમ જેમ મોટી થાય તેમ તેના વિચારો અને લોકોને જોવાની દ્રષ્ટિ પણ બદલી જાય છે.
ઘણીવાર એવું પણ જોવા મળે કે બે વ્યક્તિ લાંબા સમય સુધી સિરિયસ રિલેશનશિપમાં હોય તે થોડા જ સમયમાં અલગ થઈ જાય છે કારણ કે તેઓ એકબીજાને પસંદ કરતા નથી. વર્ષો જૂના ગાઢ સંબંધ પણ આવા ફેરફારના કારણે તૂટી જતા હોય છે. કેટલાક સંબંધો તૂટવા પાછળનું કારણ પાર્ટનર દ્વારા કરેલો દગો પણ હોય છે. જો પ્રેમમાં દગો કરવાની વાત આવે તો છોકરાઓ અને છોકરીઓ એક સમાન છે.
આ મામલે એક સ્ટડી પણ થઈ હતી જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કઈ ઉંમરમાં છોકરીઓ પોતાના પાર્ટનરને સૌથી વધુ દગો કરે છે. એટલે કે એક રિલેશનશિપમાં હોવા છતાં બીજા સાથે સંબંધ રાખે છે. આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે 18 થી 29 વર્ષ દરમિયાન છોકરીઓ પાર્ટનરને સૌથી વધુ દગો કરે છે. આ ઉંમરમાં 40% છોકરીઓ આવું કરતી હોય છે જ્યારે આ ઉંમરમાં 21 ટકા છોકરાઓ જ પાર્ટનરને દગો કરે છે.
આ વાત જાણીને આશ્ચર્ય થશે પરંતુ છોકરીઓનો સ્વભાવ આ ઉંમર દરમિયાન એવો હોય છે જે ઝડપથી બદલે છે. તે પોતાના પાર્ટનરથી કંટાળી જાય છે. ઘણી છોકરીઓ પાર્ટનર સાથે આ ઉંમરમાં બ્રેકઅપ પણ કરી લેતી હોય છે તો કેટલીક છોકરીઓ પોતાના પાર્ટનરની સાથે બીજા સાથે પણ સંબંધ રાખે છે. એક રિલેશનશિપમાં હોવા છતાં બીજા પાર્ટનરને શોધતી રહે છે. એક સ્ટડીમાં એવું પણ સામે આવ્યું હતું કે પરિણીત મહિલાઓ 35 થી 36 વર્ષની ઉંમરમાં પતિ સાથે દગો કરી શકે છે આ ઉંમરમાં તેનું લફરું શરૂ થાય તેની શક્યતા વધારે હોય છે.
એક સ્ટડી અનુસાર કોઈપણ જેંડર માટે 39 વર્ષથી 40 વર્ષનો સમય સૌથી ખતરનાક હોય છે. ખતરનાક એટલા માટે કે આ ઉંમર એવી હોય છે જ્યારે ફરી એક વખત વ્યક્તિનું દિલ મચલી જાય છે. આ સ્થિતિમાં તે પોતાના પતિ કે પત્ની સાથે દગો પણ કરી શકે છે. કારણ કે લાંબા સમય સુધી સાથે રહ્યા પછી પાર્ટનરને એકબીજામાં કંઈ જ રસપ્રદ લાગતું નથી જેના કારણે તે નવા લોકોના સંપર્કમાં આવી તેમનામાં રસ દાખવવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે