Samantha Ruth Prabhu Relationship: સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા રુથ પ્રભુ એ રિલેશનશિપને લઈને એક એવી વાત કહી છે જે લોકોને ખૂબ પસંદ પડી રહી છે. એક કોલેજમાં આયોજિત એક ઇવેન્ટ દરમિયાન તેણે જણાવ્યું હતું કે જીવનમાં સૌથી મહત્વનો સંબંધ પોતાની જાત સાથે હોય છે, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે નહીં. તેણે સેલ્ફ લવને લઈને પણ જે વાત કરી તેની લોકો સરાહના કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Divorce: શા માટે ભારતમાં વધી રહ્યું છે છૂટાછેડાનું પ્રમાણ ? આ છે 5 સૌથી મોટા કારણો


સામંથા રુથ પ્રભુનો આ વિડીયો એ સમયે વાયરલ થઈ રહ્યો છે જ્યારે તેના પહેલા પતિ નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી છે. સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્ય એ વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા અને 2021 માં બંને અલગ થઈ ગયા. તે સમયે એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે ડિવોર્સ થયા હોવાની ચર્ચા થઈ હતી. જોકે ડિવોર્સ પછી સામંથા રુથ પ્રભુનો બોલ્ડ અંદાજ લોકોને જોવા મળ્યો. ત્યાર પછી કેટલીક વખત પ્રભુએ લગ્નના પોતાના અનુભવ વિશે પણ નિવેદનો આપ્યા હતા. જેમાં આ વિડીયો સૌથી વધુ વાઇરલ થઈ રહ્યો છે. 


આ પણ વાંચો: Relationship Tips: છોકરીઓને છોકરાના શરીરના કયા અંગો સૌથી વધુ આકર્ષક લાગે ?


આ વીડિયોમાં સામંથા રુથ પ્રભુ જણાવે છે કે, જીવનમાં સૌથી મહત્વનો સંબંધ પોતાની જાત સાથે હોય છે તે કોઈ બીજા વ્યક્તિ સાથે નથી હોતો. જીવનના અન્ય સંબંધો મહત્વના હોય છે પરંતુ તે સેલ્ફ લવ પછી આવે છે. તેથી પોતાની જાત સાથે સૌથી ખાસ સંબંધ બનાવો. 



સામંથા રુથ પ્રભુનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેનાથી લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. સામંથા રુથ પ્રભુ એ આ વીડિયોમાં ફક્ત યુવાનોને જ નહીં પરંતુ દરેક ઉંમરના વ્યક્તિને પોતાની જાત પર ભરોસો કરવાની અને પોતાની શક્તિને ઓળખવાની પ્રેરણા પણ આપી હતી. 


આ પણ વાંચો: Relationship Tips: આવી આદતો ધરાવતી બહેનપણી બને છે લગ્નજીવન માટે સૌથી મોટો ખતરો


સાથે જ સામંથા રુથ પ્રભુ એ જણાવ્યું હતું કે કોઈ બીજા વ્યક્તિને પ્રેમ કરતા પહેલા પોતાની જાતને પ્રેમ કરો. તેનાથી રિલેશનશિપમાં લાગણીને મેનેજ કરવામાં મદદ મળે છે. તેણે જણાવ્યું હતું કે જો જીવનમાંથી કોઈ વ્યક્તિ જતી રહે તો એકલા રહેવું અશક્ય નથી. જો તમે તમારી જાતને પ્રેમ કરો છો તો સેલ્ફ લવ સાથે તમે ખૂબ આનંદથી જીવન જીવી શકો છો. હેલ્થી રિલેશનશિપમાં પણ સેલ્ફ લવ મહત્વનો હોય છે. તેથી પોતાની જાતને સૌથી પહેલા મહત્વ આપો.