What is Sleep Divorce: ડિવોર્સ વિશે તો તમે જાણતા હશો પરંતુ શું ક્યારેય સ્લિપ ડિવોર્સ વિશે જાણ્યું છે  ખરા? દુનિયાના અનેક દેશોમાં હાલ આ ટ્રેન્ડ પ્રચલિત થઈ રહ્યો છે. આવનારા સમયમાં ભારતમાં પણ આ જોવા મળે તેની શક્યતા નકારી શકાય નહીં. જાણો આખરે આ સ્લિપ ડિવોર્સ છે શું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સ્લિપ ડિવોર્સ?
સ્લિપ ડિવોર્સનો અર્થ છે કે કપલ બ્રેકઅપ કે ડિવોર્સની પ્રોસેસમાં જતા નથી પરંતુ એક જ ઘરમાં રહેવા છતાં અનેકવાર અલગ અલગ સૂવાનું શરૂ કરી દે છે. તેનો અર્થ એ નથી કે તેઓ લડાઈ ઝઘડાથી કંટાળીને આ રીતે સૂવાની જગ્યા બદલે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે તેઓ રાતે મીઠી નિંદર માણી શકે અને એકબીજાને ડિસ્ટર્બ ન કરે. 


અનેકવાર સ્થિતિ એવી  બની જાય છે કે જ્યારે પતિ પત્નીના કામકાજના સમય અલગ હોય. એટલે કે પત્ની કે ફીમેલ પાર્ટનર ડે શિફ્ટ કરતા હોય અને પતિ કે પુરુષ પાર્ટનર નાઈટ શિફ્ટ કરે. આવામાં વિકેન્ડમાં જ બંને એક બીજાને ક્વોલિટી ટાઈમ આપી શકશે. આવી સ્થિતિમાં બંનેને આરામ મળે તે માટે તેઓ અઠવાડિયામાં 5 દિવસ બેડ અલગ કરી લે છે. 


સ્લિપ ડિવોર્સનું નામ સાંભળીને કપલ્સે ગભરાવવાની જરૂર નથી. કારણ કે આ દરમિયાન તેઓ ઈમોશનલ લેવલ પર અલગ થતા નથી. પરંતુ આરામની જરૂરિયાત પૂરી કરવા માટે અઠવાડિયામાં કેટલાક દિવસ ફિઝિકલી જૂદા હોય છે. પરંતુ જરૂર પડે કે સમય મળે ત્યારે પાછા ભેગા થઈ જાય છે. 


સ્લિપ ડિવોર્સના ફાયદા
1. સ્લિપ ડિવોર્સના ટ્રેન્ડને ભલે અનેક લોકો સારો ન ગણતા હોય પરંતુ રિલેશનશીપ એક્સપર્ટ તેના અનેક ફાયદા ગણાવે છે. જેમ કે અલગ અલગ સૂઈ જવાથી ઊંઘ પૂરી થાય છે. જે ઓવરઓલ હેલ્થ માટે ખુબ જરૂરી છે. જો ઊંઘમાં કમી રહી જાય તો ચિડિયાપણું વધે છે. 


2. એ વાતમાં કોઈ શક નથી કે કપલે ઈમોશનલી અને ફિઝિકલી અટેચ રહેવું જોઈએ. પરંતુ સારા રિલેશનશીપ માટે પર્સનલ સ્પેસ પણ જરૂરી છે. અનેકવાર એકલા સૂઈ જાવ તો રિલેક્સ ફીલ થઈ શકે છે. 


3. દરેક વ્યક્તિનું સ્લિપ રૂટિન એકસરખું હોતું નથી. આથી અનેકવાર સાથે સૂઈ જવાથી બંને લોકોની સ્લિપ સાઈકલ ડિસ્ટર્બ થઈ જાય છે. આવામાં અલગ અલગ સૂઈ જવાનું ફાયદાકારક નીવડી શકે છે.