Relationship Tips For Wife: દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, આ કહેવત સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિના જીવનમાં સાચી સાબિત થઈ છે. સુધા મૂર્તિની મદદ વિના નારાયણ મૂર્તિ ઇન્ફોસીસ કંપની શરૂ કરી શક્યા ન હોત. ભારતમાં આઇટી કંપની લાવવાનો શ્રેય નારાયણ મૂર્તિને મળે છે પરંતુ આ કામમાં તેમના પત્ની સુધા મૂર્તિનો સહયોગ સૌથી મોટો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Extra Marital Affair: આ 5 કારણને લીધી પરિણીત મહિલાનું પરપુરુષ સાથે શરુ થાય છે લફરું


પતિને સફળ બનાવવા માટે પત્ની શું કરી શકે તે એક ઇન્ટરવ્યૂમાં સુધા મૂર્તિ એ જાતે જણાવ્યું હતું. સુધા મૂર્તિ એ કેટલીક ટિપ્સ શેર કરી હતી. જો આ ટીપ્સ દરેક સ્ત્રી ફોલો કરે તો તેના પતિને સફળ થતાં કોઈ અટકાવી શકે નહીં. જ્યારે સુધા મૂર્તિ કપિલ શર્મા શોમાં આવ્યા હતા ત્યારે તેમણે આ વાત કરી હતી. તેમણે પોતાના જીવનનું જ ઉદાહરણ આપતા કહ્યું હતું કે, જ્યારે નારાયણ મૂર્તિ પોતાની કંપની શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તે સમયે તેમની પાસે પૈસા ન હતા. જ્યારે આ વાત તેમણે પત્ની સુધા મૂર્તિને કરી ત્યારે સુધા મૂર્તિ એ ઘર ખર્ચમાંથી બચાવેલા પૈસા તેમને કંપની શરૂ કરવા આપ્યા હતા.


આ પણ વાંચો: Relationship: કુંવારા છોકરાઓને પરિણીત મહિલા વધારે શા માટે ગમે ? આ છે સાચું કારણ


સુધા મૂર્તિ એ હસતા હસતા એવું પણ કહ્યું કે બચતના જે પૈસા તેની પાસે હતા તેમાંથી પણ તેણે થોડા રાખ્યા અને પછી બાકીના પૈસા નારાયણ મૂર્તિને આપ્યા હતા. આ વાત શેર કરીને સુધા મૂર્તિ એ દરેક સ્ત્રી માટે મેસેજ આપ્યો કે દરેક મહિલાએ પતિથી છુપાવીને થોડા થોડા પૈસા બચાવીને રાખવા જોઈએ. જો પત્ની ઘર ખર્ચમાંથી થોડા થોડા પૈસા બચાવીને રાખે છે તો તેનાથી તેને અને તેના પરિવારને ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ પોતાની બચત વિશે પતિને પણ જણાવવું જોઈએ નહીં. સુધા મૂર્તિ એ એવું પણ જણાવ્યું હતું કે જો પુરુષોને ખબર પડે કે ઘરમાં પૈસા છે તો તને ખર્ચ કરવા માટે તે વ્યાકુળ થઈ જાય છે તેથી ઘરની બચત વિશે પતિને પણ જણાવવું નહીં.


પત્નીની બચતથી થતા મોટા ફાયદા 


આ પણ વાંચો: આ 4 જગ્યાએ પરિણીત લોકોનું લફરું શરુ થવાની શક્યતા સૌથી વધુ, નજર સામે થઈ જાય બધું...


- જો પત્ની ઘરમાં રહીને પણ નાની નાની બચત કરે તો જ્યારે પતિને ફાઇનાન્સિયલ સપોર્ટની જરૂર પડે ત્યારે તે મદદ કરી શકે છે. 


- મહિલાઓ સમજદારી પૂર્વક ઘર ચલાવે તો ઘર ખર્ચમાંથી સરળતાથી સારા એવા પૈસા બચી શકે છે આ પૈસાને એકઠા કરવામાં આવે તો ઇમર્જન્સીના સમયમાં અન્ય કોઈ પાસે હાથ લંબાવો પડતો નથી. 


- ઓછી આવકમાં પણ પૈસા બચાવવાની કળા માત્ર એક કુશળ ગૃહિણીમાં હોય છે. જો તમે આ કામ કરશો તો તમારા પતિની નજરમાં તમારું માન પણ વધી જશે.