Cheating in relationship: સોશિયલ મીડિયા પર ચર્ચિત સમલૈંગિક કપલ સૂફી મલિક અને અંજલિ ચક્રનું બ્રેકઅપ થઈ ગયું છે. બંનેએ ઈંસ્ટાગ્રામ પર અલગ થવાની જાણકારી શેર કરી છે. સમલૈંગિક કપલ વચ્ચે બ્રેકઅપ થવાનું કારણ સુફી દ્વારા કરેલી બેવફાઈ હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુફી મલિક પાકિસ્તાનમાં રહે છે અને અંજલી ચક્ર ભારતની છે. આ કપલ સોશિયલ મીડિયા પર 2019 માં ચર્ચામાં આવ્યું હતું. તેમણે ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન કપડા પહેરી વરસાદના નહાતા હોય તેવો ફોટો અને વિડીયો શેર કર્યો હતો. આ બંનેની કહાની લોકોને ખૂબ જ પસંદ પડી હતી અને તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા હતા. હવે ચાર વર્ષના સંબંધ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. 


આ પણ વાંચો: Relationship Tips: ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયા પછી ન કરવી આ 3 ભુલ, કરશો તો વધી જશે વાત


સુફી અને અંજલીના બ્રેકઅપની સાથે ફરી એક વખત એ પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે કે જો પાર્ટનર બેવફાઈ કરતો હોય તો તેને કેવી રીતે જાણવું? સંબંધોમાં બેવફાઈ તે આજના સમયનું કડવું સત્ય છે. ઘણી વખત તો બેવફાઈ કરતા પાર્ટનરનું સત્ય જાણવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. જોકે તેમ છતાં કેટલાક સંકેતો હોય છે જે જણાવે છે કે તમારો પાર્ટનર તમારી સાથે પ્રેમનું નાટક કરે છે. આ સંકેતો કયા છે ચાલો તમને જણાવીએ. 


આ સંકેતો જણાવે છે પાર્ટનર કરે છે પ્રેમનું નાટક


આ પણ વાંચો: Relationship Tips: લગ્ન પછી બોરિંગ થયેલી લાઈફમાં ફરી છવાશે રોમાન્સ, ફોલો કરો આ ટીપ્સ


- જો તમારો પાર્ટનર અચાનક જ પોતાના ફોનમાં વ્યસ્ત હોય અને ફોનને તમારાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે તો સમજી લેવું કે તે તમારી સાથે પ્રેમનું નાટક કરે છે અને અન્ય કોઈ સાથે વાત કરે છે. 


- શું તમારો પાર્ટનર પહેલા તમારે સાથે વધારે સમય પસાર કરતો અને અચાનક જ તે તમારાથી દૂર રહેવાના બહાના કાઢે છે ? તો સમજી લેજો કે તેની જ પ્રાયોરિટી બદલી રહી છે. 


- જો પહેલા તમારા વચ્ચે શારીરિક સંબંધો નોર્મલ રહેતા અને પછી અચાનક જ પાર્ટનર તમને અડવાનું પણ ટાળે છે તો સમજી લેજો કે તે તમારી સાથે ચીટીંગ કરી રહ્યો છે. 


આ પણ વાંચો: પાર્ટનર સાથે બધું શેર કરજો આ 5 સિક્રેટ ભુલથી પણ શેર ન કરતા.. નહીં તો આવી બનશે


- પાર્ટનરના વર્તનમાં અચાનક જ ફેરફાર થવા લાગે જેમ કે તે રાત્રે મોડા ઘરે આવે, અચાનક ફરવા જવાનું નક્કી થઈ જાય, અચાનક જ ખર્ચા વધી જાય તો સમજી લેવું કે તેના જીવનમાં અન્ય કોઈ છે. 


- જો સોશિયલ મીડિયા પર અચાનક જ તમારો પાર્ટનર કોઈ અજાણ્યા વ્યક્તિને ફોલો કરવા લાગે કે તેની પોસ્ટને લાઈક કે તેના પર કોમેન્ટ કરવા લાગે તો સમજી લેવું કે દાળમાં કંઈક કાળુ છે.


અહીં દર્શાવેલી જાણકારી પાર્ટનર બેવફાઈ કરે છે તેનો પુરાવો નથી પરંતુ જો તમને તમારા પાર્ટનરના વર્તનમાં આ ફેરફાર જોવા મળે તો તેની સાથે શાંતિપૂર્વક વાતચીત કરવાનો પ્રયત્ન કરો. પાર્ટનર સાથે મુક્ત મને વાત કરીને હકીકત જાણવી.


આ પણ વાંચો: છોકરીની આ આદતો પર પુરુષ થઈ જાય છે ઓળઘોળ, પહેલી મુલાકાતમાં જ થઈ જાય ઈમ્પ્રેસ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)