Relationship Tips: તમે ઘણા લોકોના મોઢે એવું સાંભળ્યું હશે કે લગ્નને થોડા વર્ષ થાય પછી દાંપત્યજીવનમાં પહેલા જેવો સ્પાર્ક રહેતો નથી. ઘણી પત્નીઓ પણ ફરિયાદ કરતી હોય કે લગ્નના શરૂઆતના વર્ષમાં જ બધું સારું હોય છે પછી તો બધું બદલાઈ જાય... આવું એટલા માટે થાય છે કે લોકો આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં વ્યસ્ત થઈ જાય છે. લોકોની લાઈફસ્ટાઈલની અસર તેમના સંબંધો પર પણ થાય છે. કેટલાક લોકો કામના ચક્કરમાં પોતાના પાર્ટનરને જોઈએ તેટલું એટેન્શન આપી શકતા નથી. તો વળી ઘણા લોકો કલાકો ઓફિસમાં વિતાવ્યા પછી ઘરે આવ્યા પછી આરામ કરવાનું, ટીવી જોવાનું કે મોબાઈલમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે જેના કારણે પાર્ટનર માટે તેની પાસે ટાઈમ જ નથી બચતો. આવી સ્થિતિમાં પતિ પત્નીના સંબંધો પણ બોરિંગ થવા લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ડ્રાય હેર માટે ગેમ ચેન્જર સાબિત થશે નાળિયેરનું દૂધ, એકવારમાં રેશમ જેવા થઈ જશે વાળ


લગ્નના થોડા વર્ષ પછી જ્યારે પતિ પત્નીને એકબીજાનો સમય મળતો નથી તો તે સંબંધથી નાખુશ રહેવા લાગે છે. જેના કારણે તેમને સ્ટ્રેસનો સામનો પણ કરવો પડે છે. આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને અપનાવીને તમે રિલેશનશિપ અને લગ્નજીવનને ફરીથી પહેલા જેવું રોમાંચક બનાવી શકો છો. 


સમય કાઢો


પતિ પત્નીએ લગ્ન પછી પણ જો ખુશહાલ દાંપત્યજીવન જીવવું હોય તો પોતપોતાના શિડ્યુલમાંથી પાર્ટનર માટે સમય કાઢવાની શરૂઆત કરી દો. નિયમ બનાવો કે દિવસ દરમિયાન તમે ગમે તેટલા બીઝી હોય પરંતુ સાંજનો સમય કે રાતનો સમય પાર્ટનર સાથે વિતાવો. 


આ પણ વાંચો: ચહેરા પરથી ડાઘ-ધબ્બા દૂર કરી Instant Glow લાવવો છે ? તો આ રીતે ત્વચા પર લગાવો કોફી


સાથે એક્ટિવીટી કરો


સંબંધોમાં ફરીથી તાજગી લાવવા માટે તમે કેટલાક રિચ્યુઅલ પણ બનાવી શકો છો. જેમ કે સવારે વોક સાથે કરવી અથવા સવારની ચા સાથે પીવી અથવા તો રાતનું ભોજન એક સાથે જ કરવું. આ રીતે તમે એકબીજા સાથે સમય પર પસાર કરી શકશો અને નજીક પણ આવી શકશો.


ફોનથી દુર રહો


જ્યારે તમે તમારા પાર્ટનર સાથે હોય ત્યારે નક્કી રાખવું કે ફોન કે અન્ય કોઈ વસ્તુ પર સમય પસાર ન કરો. જો તમે ફિઝિકલી પાર્ટનર સાથે હોય પરંતુ તમારું ધ્યાન અન્ય કોઈ વસ્તુમાં હોય તો કલાકોનો સમય પણ વ્યર્થ જાય છે.


આ પણ વાંચો: ફાટેલી એડીને 7 દિવસમાં બનાવો સોફ્ટ અને સુંદર, અજમાવો આ 5 માંથી કોઈ એક ઘરેલુ ઉપાય


બ્રેક લો


પતિ અને પત્ની પોતપોતાના રૂટિનમાં વ્યસ્ત હોવાના કારણે ઘણી વખત એકબીજા માટે સમય કાઢી શકતા નથી. આવી સ્થિતિમાં નિયમ બનાવો કે દર થોડા મહિનામાં તમે પાર્ટનર સાથે ફરવા કે લોંગ વિકેન્ડ પર જાવ. આ રીતે તમે એકબીજાની વધારે નજીક આવી શકશો.


સુતા પહેલા વાત કરો


જો તમે ઉપર જણાવ્યા અનુસાર કોઈપણ ફેરફાર ન કરી શકો તો આ એક ફેરફાર પણ તમારા જીવનમાં આનંદ ભરી શકે છે. નિયમ બનાવેલો કે રાત્રે સુતા પહેલા એકબીજા સાથે વાત કરો. આ નિયમનું પાલન કરશો તો પણ તમારા દાંપત્ય જીવનમાં પહેલા જેવી જ મધુરતા રહેશે.


આ પણ વાંચો: ગુજરાતમાં જ થાઈલેન્ડ જેવી મજા કરવી હોય તો પહોંચી જાવ અહીં, શિયાળામાં ફરવા માટે બેસ્ટ