Coconut Milk: ડ્રાય અને ડેમેજ હેર માટે ગેમ ચેન્જર સાબિત થશે નાળિયેરનું દૂધ, એકવારમાં જ રેશમ જેવા મુલાયમ થઈ જશે વાળ

Coconut Milk: જો તમારે તમારા વાળની સમસ્યાને ખરેખર કાયમ માટે દૂર કરવી હોય તો તેના માટે નાળિયેરના દૂધનો ઉપયોગ શરૂ કરો. નાળિયેરનું દૂધ વિટામીન, મિનરલ અને ફેટી એસિડથી ભરપૂર હોય છે વાળ માટે નાળિયેરનું દૂધ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પહેલી વખતના ઉપયોગ પછી તમે પોતે આ વાત માની જાશો.  
 

Coconut Milk: ડ્રાય અને ડેમેજ હેર માટે ગેમ ચેન્જર સાબિત થશે નાળિયેરનું દૂધ, એકવારમાં જ રેશમ જેવા મુલાયમ થઈ જશે વાળ

Coconut Milk: ખરાબ લાઈફસ્ટાઈલ, ખાનપાન અને પોષક તત્વોની ખામીના કારણે મહિલાઓમાં વાળની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. વર્ષો પહેલા દાદી-નાનીના સમયમાં મહિલાઓના વાળ તેઓ વૃદ્ધ થાય ત્યાં સુધી લાંબા અને કાળા રહેતા હતા. પરંતુ આજના સમયમાં નાની ઉંમરમાં જ મહિલાઓના વાળ સફેદ થવા લાગે છે, વાળ ખરવા લાગે છે અને વાળ સંબંધિત અન્ય સમસ્યાઓ થવા લાગે છે. આ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે મહિલાઓ મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે પરંતુ તેનો પણ કોઈ ખાસ ફાયદો થતો નથી કારણ કે આ પ્રોડક્ટ ખાલી બહારથી અસર કરે છે, તે વાળને જરૂરી પોષણ તે આપી શકતા નથી.

આ પણ વાંચો:

જો તમારે તમારા વાળની સમસ્યાને ખરેખર કાયમ માટે દૂર કરવી હોય તો તેના માટે નાળિયેરના દૂધનો ઉપયોગ શરૂ કરો. નાળિયેરનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ વાળમાં કરવાથી વાળ સ્વસ્થ મજબૂત અને ચમકદાર બને છે. નાળિયેરનું દૂધ વિટામીન, મિનરલ અને ફેટી એસિડથી ભરપૂર હોય છે વાળ માટે નાળિયેરનું દૂધ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પહેલી વખતના ઉપયોગ પછી તમે પોતે આ વાત માની જાશો.  

કેવી રીતે તૈયાર કરવું નાળિયેરનું દૂધ?

નાળિયેરનું દૂધ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ તમે ઘરે પણ ફ્રેશ નાળિયેરનું દૂધ બનાવી શકો છો. આ દૂધ વધારે ફાયદો કરશે. તેના માટે બજારમાંથી તાજું નાળિયેર લઈ આવી તેને ખમણી લો ત્યાર પછી તેને મિક્સર જારમાં સારી રીતે પીસી લો. હવે નાળિયેરની આ પેસ્ટને કપડામાં બાંધી તેમાંથી દૂધ કાઢી લો. તૈયાર કરેલા દૂધનો તમે વાળમાં અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો.

કન્ડિશનર તરીકે

નાળિયેરના દૂધને કન્ડિશનર તરીકે ઉપયોગમાં લેવું હોય તો એક કપ નાળિયેરના દૂધમાં બે ચમચી ઓર્ગન ઓઇલ મિક્સ કરો. શેમ્પુ પછી વાળ ભીના હોય ત્યારે આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાડો અને 30 મિનિટ સુધી રાખો. ત્યાર પછી સાદા પાણીથી વાળ ધોઈ લો.

માસ્ક તરીકે

નાળિયેરના દૂધમાં લીમડાના પાનની પેસ્ટ ઉમેરીને તમે હેર માસ્ક પણ બનાવી શકો છો. તેના માટે એક કપ નાળિયેરના દૂધમાં 10 થી 15 મીઠા લીમડાના પાનની પેસ્ટ ઉમેરી દો. હવે આ મિશ્રણને થોડી મિનિટ માટે ગરમ કરો જ્યારે તે ઘટ્ટ થઈ જાય તો તેને વાળમાં લગાડી લો.

મેથી સાથે કોકોનટ મિલ્ક

આ માસ્કને બનાવવા માટે અડધો કપ નાળિયેરના દૂધમાં બે ચમચી મેથી દાણાનો પાવડર મિક્સ કરી દો. દસ મિનિટ તેને સાઈડ પર રાખો અને જ્યારે પેસ્ટ ઘટ્ટ થઈ જાય તો તેને વાળમાં લગાડો. 30 મિનિટ પછી વાળને પાણીથી સારી રીતે સાફ કરી લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news