Couple Games: બોરિંગ થતી લવ લાઈફનું બોર્ડિંગ વધારવાનું કામ કપલ ગેમ્સ કરી શકે છે. કપલ એકબીજા સાથે કેટલીક ગેમ રમીને એકબીજાની કંપની એન્જોય કરી શકે છે અને સંબંધોમાં આવેલી બોરિયતને દૂર કરી શકે છે. આ કપલ ગેમ્સ લવ લાઇફમાં રોમેન્સનો તડકો લગાડી શકે છે. આજે તમને લવ લાઈફને વધારે રોમેન્ટિક બનાવતી કેટલીક મજેદાર ગેમ વિશે જણાવીએ. આ ગેમ્સ તમે તમારા પાર્ટનર સાથે રમી અને તમારી લવ લાઈફને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવ લાઇફની ઇન્ટરેસ્ટિંગ બનાવતી કપલ ગેમ્સ


આ પણ વાંચો:


શારીરિક સંબંધ ક્યારે બાંધવા અને ક્યારે નહીં, જાણો આયુર્વેદમાં જણાવેલા મહત્વના નિયમો


Trust Issues: તમારો પાર્ટનર પણ કરે છે તમારા પર શંકા ? તો આ 5 કામ કરી જીતો વિશ્વાસ


પત્નીથી ખુશ ન હોય પુરુષ ત્યારે કરે છે આવી વિચિત્ર હરકતો, ચોથી હરકત છે સૌથી ખરાબ


ટ્રુથ એન્ડ ડેર


ફ્રૂટ એન્ડ ડેર ગેમ તમે તમારા મિત્રો સાથે તો ઘણીવાર રમી હશે પરંતુ તેમાં ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ લાવીને તમે તમારા પાર્ટનર સાથે પણ રમી શકો છો. ટુથ એન્ડ ડેર ની રમત તમારી રોમેન્ટિક લાઈફને મજેદાર બનાવી શકે છે. આ ગેમમાં પાર્ટનરને સિરિયસ ટાસ્ક ને બદલે મજેદાર ટાસ્ક આપીને લવ લાઇફમાં રોમાન્સ વધારી શકો છો.


મ્યુઝિક ગેમ્સ


આ ગેમ તમે તમારા પાર્ટનર સાથે કોઈપણ જગ્યાએ રમી શકો છો. જો તમે ટ્રાવેલ કરી રહ્યા છો કે પછી પાર્કમાં એકબીજા સાથે સમય પસાર કરો છો આ ગેમની મજા તમે ત્યાં પણ લઈ શકો છો. આ ગેમમાં મ્યુઝિકની ટ્યુન પરથી ગીત ઓળખવાનું ટાસ્ક એકબીજાને આપી શકો છો. તેનાથી તમે એકબીજાને સારી રીતે ઓળખી શકો છો. 


આંખોમાં આંખ


આ ગેમ તમે ફિલ્મોમાં પણ ઘણી વખત જોઈ હશે. રીયલ લાઇફમાં પણ આ ગેમ એટલી જ મજેદાર બની શકે છે. આ ગેમ તમે કોઈપણ સમયે તમારા પાર્ટનર સાથે રમી શકો છો. આ ગેમમાં તમારે પાર્ટનરની આંખોમાં આંખ મિલાવવાની છે અને પછી પહેલા કોણ આંખ ઝપકાવે છે તે જોવાનું હોય છે. આ ગેમ રમતા રમતા તમે રોમેન્ટિક પણ થઈ શકો છો.


(Disclaimer: અહીં આપેલી માહિતી  સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)