Husband Is Impotent: યુપીના મેરઠ જિલ્લામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના સસુર અને પતિ પર ગંભીર આરોપ મૂકીને ફરિયાદ દાખલ કરી છે. મહિલાનો આરોપ છે કે, તેના પતિ, સસુર મળીને તેના ન્હાતા સમયે ન્યૂડ વીડિયો બનાવતા હતા. એટલું જ નહિ, મહિલાએ કહ્યું કે, તેનો પતિ મેડિકલ તપાસમાં નપુંસક હોવાનું ખૂલ્યું છે. આ વાતની જાણ મેં સાસરીવાળાને કરી તો તેઓએ મારી સાથે મારપીટ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેરઠનો છે કિસ્સો
મેરઠના કંકર ખેડાની રહેવાસી વહુએ પોતાના સસરાની વિરુદ્ધ ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. પરિણીતાએ પતિ અને સસરાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. મહિલાએ ગંભીર આરોપ મૂકતા કહ્યું કે, પતિ અને સસરા મળીને તેના ન્યૂડ વીડિયો બનાવતા હતા. એટલુ જ નહિ, ન્હાતા સમયે તેને જોઈને તેનું યૌન શોષણ કરતા હતા. આ ઉપરાંત તેઓ વારંવાર દહેજની માંગ કરતા હતા. સાથે જ ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપતા હતા. પતિ તેના હાથ-પગ બાંધને તેને દંડાથી મારતો હતો.  


3 વર્ષ પહેલા થયા હતા લગ્ન
3 વર્ષ પહેલા લગન કરીને સાસરી આવેલી મહિલાએ પોતાની સસરા અને પતિની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. મહિલાનું કહેવુ છે કે, 3 વર્ષ પહેલા મોહિત નામના યુવક સાથે તેના લગ્ન થયા હતા. તેનો પતિ એક ખાનગી શાળામાં કામ કરે છે. લગ્ન બાદથી સાસરીવાળાઓએ તેને દહેજ માટે ત્રાસ આપવાની શરૂઆત કરી હતી. 


46 વર્ષ બાદ ખુલશે પુરીનો ખજાનો, રત્ન ભંડારની રક્ષા કરતો કોબ્રા બન્યો મોટું રહસ્ય


ન્હાતા સમયે બનાવતા હતા વીડિયો
મહિલાએ આરોપ લગાવ્યો કે, તે જ્યારે બાથરૂમમાં ન્હાવા જતી હતી ત્યારે સસરા અને પતિ તેને છુપાઈને જોતા હતા. એટલું જ નહિ, સસરા અને પતિ મળીને તેના વીડિયો બનાવતા હતા. એક દિવસે તેને તેમના આ હરકતની જાણ થઈ હતી, તો તે લોકોએ તેનો વીડિયો વાયરલ કરાવની ધમકી આપી હતી. એટલુ જ નહિ તેની સાથે મારપીટ પણ કરી હતી. 13 માર્ચ 2024 ના રોજ તેની સાથે મારપીટ કરવામાં આવી હતી.  


પતિ નપુંસક નીકળ્યો
પીડિતાએ જણાવ્યું કે, લગ્નના 3 વર્ષ થવા પર પણ તેના સંતાનો થતા ન હતા. તેથી પતિ અને સાસરીવાળા મળીને તેની ખામીઓ શોધવા લાગ્યા હતા. પરંતુ જ્યારે અમે ડોક્ટર પાસે તપાસ કરાવી, તો મારા પતિમાં ખામી નીકળી હતી. પતિની હકીકત તેણે સાસરીવાળાને જણાવી તો,  જેઠ, સસરા, જેઠાણી તેની સાથે મારપીટ કરવા લાગી હતી.  


રૂપિયાની ગડ્ડી તૈયાર રાખો, ગુજરાતી અરબોપતિની દેશની સૌથી મોટી કંપની લાવી રહી છે IPO