આ પાંચ કારણોને લીધે લગ્ન કરવા માટે તૈયાર થાય છે યુવકો, ચોથું કારણ જાણીને દંગ રહી જશો
આમ તો પુરૂષોને પોતાની આઝાદી ખુબ પસંદ હોય છે. પરંતુ છતાં તે કોઈ વસ્તુ માટે લગ્નના બંધનમાં બંધવા માટે તૈયાર થઈ જાય છે. અહીં તમે તે કારણોને જાણી શકો છો.
નવી દિલ્હીઃ આજના સમયમાં લગ્ન એ માત્ર લાગણીઓ સાથે જોડાયેલો સંબંધ નથી. લોકો આ કરતા પહેલા તેમનું આખું ગણિત લગાવે છે. તેથી સમાજ દ્વારા લાંબા સમયથી લગ્નને ફરજિયાત બનાવાયું હોવા છતાં, આજે ઘણા લોકો અવિવાહિત અથવા અપરિણીત રહેવાનું પસંદ કરી રહ્યા છે. આજના યુવાન છોકરાઓ આ વિકલ્પ તરફ સૌથી વધુ આકર્ષાય છે. કારણ કે તેમને લાગે છે કે લગ્ન પછી તેમની સ્વતંત્રતા ખતમ થઈ જાય છે. તે પોતાના બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે વીકએન્ડ પર કોઈ પણ પ્રકારના ખલેલ વિના પાર્ટી કરવામાં માને છે.
પરંતુ દરેક યુવકો આમ વિચારતા નથી, પરંતુ સંખ્યા એવા લોકોની વધારે છે જે કમિટમેન્ટ ઈચ્છતા નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે જે યુવકો લગ્નથી બચતા જોવા મળે છે તે પણ એક સમયે લગ્નના બંધનમાં બંધાવા માટે ખુશી-ખુશી તૈયાર થી જાય છે. આખરે કેમ આવું થાય છે, જે તેને લગ્ન કરવા મોટિવેટ કરે છે? અહીં અમે તમને તેના કારણ જણાવીશું..
પ્રેમ અને જીવનભરના સાથે માટે
પુરૂષ લગ્ન એટલા માટે કરે છે, જેથી તેને પ્રેમ મળે અને જીવનની સફર માટે એક વિશ્વાસપાત્ર સાથી મળે. પરંતુ આ લગ્ન કરવાનું સૌથી બેસિક કારણ છે, જેમાં મહિલાઓ પણ આ બંધનમાં બંધાવા માટે પ્રેરિત થાય છે. કારણ કે લગ્ન એવી વસ્તુ છે, જે બે લોકોને સાથે રહેવા માટે પ્રેમની સાથે ઔપચારિક પ્રતિબદ્ધતા આપે છે.
સાથે એકલા જીવન જીવવું ક્યારેક મુશ્કેલ અને દુખદાયી હોય છે. તેવામાં તેનો ડર પણ લગ્ન માટે મોટિવેશનનું કામ કરે છે.
બીજા લોકોને ખુશ કરવા માટે
ઘણીવાર પુરૂષો માત્ર એટલા માટે લગ્ન કરવા તૈયાર થાય છે, કારણ કે તે ઘર, સમાજ કે પ્રેમિકાના વારંવાર સેટલ થવાની વાતોથી પરેશાન થઈ જાય છે. બાકી તેને તે અહેસાસ થતો નથી કે લગ્ન કરવા જરૂરી છે. તેથી બીજાના પ્રેશરમાં આવી લગ્ન કરનાર પુરૂષો પોતાના લગ્ન જીવનમાં સામાન્ય રીતે આનંદ માણી શકતા નથી.
આ પણ વાંચોઃ દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
ખુદનો એક પરિવાર બનાવવા માટે
મહિલાઓ માટે એક બાળક દતક લેવું કે સિંગલ પેરેન્ટ બનવું ખુબ સરળ છે. પરંતુ પુરૂષ તે કરી શકયા નથી. પુરૂષને હંમેશા પોતાનો એક પરિવાર બનાવવા માટે મહિલાની જરૂર હોય છે, જે કાયદાકીય રીતે તેની પત્ની હોય.
તેવામાં જે પુરૂષોને બાળકો પસંદ હોય છે, અને જે હંમેશા પોતાના એક નાના પરિવારનું સપનું જુએ છે, તે લગ્ન કરવાથી દૂર ભાગતા નથી.
પૈસાની વધુ બચત માટે
'ડીબકિંગ ધ બોલ એન્ડ ચેન મિથ ઓફ મેરેજ ફોર મેન' નામના એક અભ્યાસ અનુસાર, લગ્ન કરેલા પુરૂષો સિંગલ વ્યક્તિના તુલનામાં વધુ કમાણી કરે છે અને વધુ બચત કરે છે. આ રિપોર્ટ તે પણ જણાવે છે કે લગ્નથી પુરૂષોની કમાણી 10-24% સુધી વધી જાય છે.
આ સાથે કાયદાકીય રીતે પરીણિત વ્યક્તિને ઘણા ફેડરલ બેનિફિટ્સ પણ મળે છે.
આ પણ વાંચોઃ એક-એક અંગમાં તાકાત ભરશે કાચુ લસણ, પુરૂષો માટે વિજ્ઞાન માટે છે ફાયદાકારક
સ્ટેટસ મેન્ટેન રાખવા માટે
પુરૂષ મહિલાઓની તુલનામાં ઓછા ઇમોશનલ હોય છે. તેથી તેના માટે પાવર અને તેનું સ્ટેટ્સ ખુબ મહત્વ રાખે છે. તે લગ્ન એટલા માટે કરે છે કારણ કે પોતાના પરિવારની લાઇફસ્ટાઇલથી પોતાના સ્ટેટસને દેખાડી શકે અને વધારી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube