What Is 1-1-1-1 Marriage Rules In Gujarati: જે ઝડપથી સમય બદલાય રહ્યો છે, તે પ્રમાણે સંબંધોને લઈને લોકોના દ્રષ્ટિકોણમાં ફેરફાર થઈ રહ્યો નથી. આજે પણ લગ્નજીવનમાં ઊભી થતી સમસ્યાઓના નિરાકરણની પદ્ધતિ જૂની અને રૂઢિચુસ્ત છે. જેના કારણે આજના સમયમાં છૂટાછેડાના કેસમાં ઘણો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમાં કોઈ બેમત નથી કે મોર્ડન જમાનામાં સંબંધોના પાયાને મજબૂત બનાવવો કોઈ પડકારથી ઓછો નથી. 1-1-1-1 મેરેજ રૂલ તેનો એક શાનદાર ઉપાય બની શકે છે. આ શું છે આવો વિગતવાર જાણીએ..


1-1-1-1 લગ્નનો નિયમ શું છે?
1-1-1-1 મેરેજ રૂલ એક સરળ અને ઘણા રિલેશનશિપ એક્સપર્ટ દ્વારા સૂચવવામાં આવેલો સિદ્ધાંત છે, જે સંબંધને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. આ નિયમ ચાર મુખ્ય પાસાંઓ પર આધારિત છે.


1- એક સપ્તાહની રજા
આ નિયમ હેઠળ દર વર્ષે એક સપ્તાહ માટે પાર્ટનર સાથે બહાર ટ્રિપ કરવી. તેમાં બાળકો કે પરિવારના બીજા કોઈ વ્યક્તિ સામેલ ન હોવા જોઈએ. આ કપલ્સને એકબીજા સાથે કનેક્ટ કરવાની તક આપે છે, જે વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં શક્ય નથી.


1- ડેટ નાઇટ
સપ્તાહમાં ઓછામાં ઓછા એકવાર પોતાના સાથી સાથે ડેટ પર જવું. આ એક-બીજાની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાની રીત છે, જે સંબંધમાં રોમાન્સ અને એક્સાઇટમેન્ટને બનાવી રાખે છે. 


1- ફિઝિકલ ઈન્ટેમેસી
સપ્તાહમાં એકવાર પાર્ટનરની સાથે ફિઝિકલ ઈન્ટિમેટ થવું. ખુશ લગ્ન જીવન માટે સારી સેક્સ લાઇફ હોવી ખુબ જરૂરી માનવામાં આવે છે. એવા કપલ જે સપ્તાહમાં ઓછામાં ઓછા એકવાર ફિઝિકલ થાય છે, તેનો સંબંધ ફીકો પડતો નથી. 


1- 30 મિનિટ વાત કરવી
દરરોજ 30 મિનિટ પાર્ટનર સાથે સમય પસાર કરવો. આ વચ્ચે કોઈ ડિસ્ટ્રેક્શન ન હોવું જોઈએ. મોબાઇલ ફોન વગર પતિ-પત્ની જ્યારે અડધો કલાક સાથે પસાર કરે છે તો તે શાનદાર રીતે પોતાના ઇમોશન અને વાતો એકબીજા સાથે શેર કરે છે.