Dating Tips: લગ્ન પછી લડાઈ ઝઘડા અને ડિવોર્સથી બચવા માટે કપલ લગ્ન સુધી પહોંચતા પહેલા આજના સમયમાં ડેટિંગ કરવાનું પસંદ કરે છે. ડેટિંગ એવો સમય હોય છે જ્યારે બે વ્યક્તિ એકબીજાને સારી રીતે ઓળખી લે અને પછી જ જીવનભરના સાથનો નિર્ણય કરે. આ સમયે દરમિયાન વ્યક્તિની સારી ખરાબ બધી જ બાબતો વિશે જાણવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેટિંગ દરમિયાન થયેલા અનુભવના આધારે જ કપલ લગ્ન અંગે નિર્ણય લેતા હોય છે. ઘણી વખત ડેટિંગ પછી કપલ અલગ પણ થઈ જતા હોય છે. અને કેટલીક વખત ડેટિંગ દરમિયાન ગ્રીન ફ્લેગ મળવાથી રિલેશનશિપમાં આગળ પણ વધે છે. આજે તમને આવા જ કેટલાક ગ્રીન ફ્લેગ વિશે જણાવીએ. જો ડેટિંગ પિરિયડ દરમિયાન આવો અનુભવ થાય તો આંખ બંધ કરીને સંબંધને આગળ વધારી શકાય છે.


આ પણ વાંચો: સૂફી મલિક અને અંજલિનું થયું બ્રેકઅપ, પાર્ટનર તમને પ્રેમ કરે છે કે નાટક આ રીતે જાણો


ડેટિંગના ગ્રીન ફ્લેગ


- જો કોઈ વ્યક્તિ તમારી સાથે હોય તે દરમિયાન તમે સેફ અને કમ્ફર્ટેબલ ફીલ કરો તો તે હેલ્ધી રિલેશનશિપની શરૂઆતનો સંકેત છે. કોઈ વ્યક્તિની સાથે સમય પસાર કરી તે વખતે મનમાં જરા પણ ચિંતા ન હોય તો સમજી લેજો કે તે વ્યક્તિ સાથે તમે જીવનભર રહી શકો છો. જ્યારે ઘણા લોકો એવા હોય છે જેની સાથે એકલા રહેવામાં પણ તમને ચિંતા થતી હોય. 


- જો સામેની વ્યક્તિ સામે તમે મુક્ત મને ચિંતા વિના વાત કરી શકો છો અને તમારા બધા જ ઈમોશન્સને શેર કરી શકો છો તો તે ખૂબ જ સારી વાત છે. જો સામેની વ્યક્તિ તમારી બધી જ વાતને સમજીને તમને જજ નથી કરતી તો તેની સાથે પણ તમે જીવન પસાર કરી શકો છો. 


આ પણ વાંચો: Relationship Tips: ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયા પછી ન કરવી આ 3 ભુલ, કરશો તો વધી જશે વાત


- રિલેશનશિપમાં આવ્યા પછી પણ સામેની વ્યક્તિ જો તમારી ફ્રીડમને સમજે છે અને તમને એ બધી જ વસ્તુ કરવાની આઝાદી છે જેનાથી તમે ખુશ થાવ છો તો તમે સંબંધને આગળ વધારી શકો છો. ઘણા લોકો રિલેશનશિપમાં પાર્ટનરને બંધનમાં રાખે છે. 


- કોઈપણ રિલેશનશિપમાં ખુશ રહેવું હોય તો એક બાઉન્ડ્રી સેટ કરવી જરૂરી હોય છે. આ બાઉન્ડ્રીને બંને વ્યક્તિ સ્વીકારે તે પણ જરૂરી હોય છે. જો આ વાત સમજતી વ્યક્તિને તમે ડેટ કરો છો તો ચોક્કસથી તેની સાથે રિલેશનશિપને આગળ વધારી શકો છો.


આ પણ વાંચો: Relationship Tips: લગ્ન પછી બોરિંગ થયેલી લાઈફમાં ફરી છવાશે રોમાન્સ, ફોલો કરો આ ટીપ્સ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)