Women Refusing Marriage: એક સમય હતો જ્યારે દરેક યુવતી મોટી થતી હોય ત્યારથી લગ્નના સપના જોતી હોય છે. દીકરી જ્યારે મોટી થવા લાગે તો તેને નાનપણથી જ સાસરામાં જવાની, પત્ની અને પુત્રવધુ બનીને ઘર સાચવવાની તાલીમ આપવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી છોકરીઓના વિચાર બદલવા લાગ્યા છે. જે છોકરી લગ્નના સપના જોતી તેના લીસ્ટમાં લગ્ન પ્રાયોરિટીમાં આવતા નથી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય કે આજના સમયમાં યુવતીઓ લગ્નને શા માટે મહત્વ આપતી નથી ? જે યુવતી પોતાના રાજકુમારની રાહ જોતી તેના વિચાર બદલી જવાનું કારણ શું છે ? આજે તમને 5 કારણ વિશે જણાવીએ જેના કારણે છોકરીઓ લગ્નથી દૂર ભાગવા લાગી છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ 6 ગોલ્ડન રુલ્સ ફોલો કરશો તો બાળક બનશે આત્મનિર્ભર, નાનપણથી પાયો થશે મજબૂત


1. આજના સમયની મહિલાઓ શિક્ષિત છે અને આર્થિક રીતે સ્વતંત્ર હોય છે તેઓ પોતાના કરિયરમાં સફળ હોય છે અને પોતાનો ખર્ચો જાતે જ ઉપાડતી હોય છે. જેના કારણે દરેક યુવતી સમજે છે કે જીવન પસાર કરવા માટે કોઈ પુરુષની જરૂર નથી તે પોતાની શરતો પર કોઈપણ જાતની રોકટોક વિના જીવન જીવી શકે છે. 


2. આધુનિક સમયમાં પણ લગ્ન પછી મહિલાની ઓળખ તેનો પતિ અને બાળકો બની જાય છે. આજના સમયમાં મહિલાઓ હવે પોતાની ઓળખ બનાવવા માંગે છે અને પોતાના સપનાને પૂરા કરવા માંગે છે જેના કારણે તેઓ લગ્ન કરવાથી દૂર ભાગે છે કારણ કે લગ્ન કરવાથી તેમનો ગ્રોથ અટકી જાય છે. 


આ પણ વાંચો:  પાર્ટનરની બોડી લેંગ્વેજ પરથી જાણો સંબંધમાં ફિઝિકલ ઈન્ટિમસીની છે જરૂર


3. પહેલાનો સમય હતો જ્યારે લગ્ન કર્યા વિના મહિલા એકલી રહે તો સમાજમાં તેને ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવતી હતી પરંતુ હવે સમાજના વિચાર પણ બદલી રહ્યા છે. લોકો પણ સમજી રહ્યા છે કે લગ્ન કોઈ યુવતી માટે જીવનનું લક્ષ્ય ન હોઈ શકે. યુવતી એકલી રહીને પણ જીવન જીવી શકે છે. 


4. કેટલીક મહિલાઓ લગ્ન એટલા માટે પણ નથી કરતી કે લગ્ન પછી ઘરેલુ કામ અને જવાબદારીઓનો બોજ વધી જાય છે જેના કારણે તેઓ પોતાની કારકિર્દી અને શોખ પર ધ્યાન આપી શકતી નથી. સાથે જ ઘરેલુ હિંસા અને દહેજ જેવી પ્રથાના કારણે પણ યુવતીઓ લગ્નથી દૂર ભાગે છે. 


આ પણ વાંચો: Formula of Love: કેવી રીતે પડે છે બે લોકો પ્રેમમાં ? પ્રેમનો આ ફોર્મૂલા કરે છે કામ


5. આજના સમયમાં યુવતીઓ એવું પણ માને છે કે પ્રેમ અને જીવનભર સાથે રહેવું તેના માટે લગ્ન ફરજિયાત નથી. આજના સમયમાં ઘણા કપલ લિવ ઈન રિલેશનશિપમાં રહીને ખુશહાલ જીવન પસાર કરે છે જેમાં બંને સ્વતંત્ર પણ રહે છે અને જવાબદારીનો બોજ પણ આવતો નથી.