Love Marriage: લવ મેરેજમાં ઘણી વખત જોવા મળે છે કે જે છોકરો લગ્ન પહેલા ઈમોશનલ હોય અને કેરિંગ હોય તે લાઈફ પાર્ટનર બન્યા પછી એટલે કે લગ્ન પછી એકદમ જ પ્રેક્ટીકલ થઈ જાય અને તેનો સ્વભાવ બદલી જાય. જે છોકરો નાની નાની વાતનું ધ્યાન રાખતો હોય અને તમને ખુશ રાખવા સતત પ્રયત્ન કરતો હોય તે વ્યક્તિ લગ્ન પછી પ્રેક્ટીકલ બની જાય છે અને તેનો સ્વભાવ પણ બદલી જાય છે. આવું શા માટે થાય છે ચાલો તમને જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Divorce: ડિવોર્સનો નિર્ણય લેતા પહેલા કરો આ 5 કામ, દાંપત્યજીવન થઈ શકે છે ખુશહાલ


લગ્ન પહેલા ઈમોશનલ શા માટે હોય છે છોકરાઓ ? 


લવ મેરેજ પહેલા છોકરો પોતાની પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટે વધારે લાગણી વ્યક્ત કરે છે. તે ઈચ્છે છે કે તેના સંબંધ દિવસેને દિવસે મજબૂત થાય. તેથી તે ઇમોશન પર વધારે ધ્યાન આપે છે. લગ્ન પહેલા તેનું ફોકસ ફક્ત પોતાની પાર્ટનરને ખુશ કેમ રાખવી તેના પર હોય છે. તેથી લગ્ન પહેલા છોકરાઓ વધારે ઈમોશનલ હોય છે. પરંતુ જ્યારે લગ્ન થઈ જાય છે તો છોકરાઓના સ્વભાવમાં કેટલાક ફેરફાર આવી જાય છે. આ ફેરફારનું કારણ 4 વાતો છે. 


આ પણ વાંચો: Bed Time Mistakes: સંબંધ બનાવતી વખતે મોટાભાગની મહિલાઓ કરે છે આ 5 ભુલ, તુરંત બદલો આદત


જવાબદારી 


લગ્ન પછી છોકરાઓ પર ઘરની આર્થિક સ્થિતિ સુધારવાની અને પોતાના ભવિષ્ય વિશે વિચારવાની જવાબદારી આવી જાય છે. તેના પર ઘર ચલાવવાનું પ્રેશર પણ હોય છે જેના કારણે તે ઈમોશનને સાઈડમાં રાખી પ્રેક્ટીકલ બનીને નિર્ણય લેવાનું શરૂ કરે છે. 


અપેક્ષાઓ 


સમાજ પુરુષો પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખે છે. ખાસ કરીને જો કોઈના લગ્ન થઈ જાય તો પછી તેણે મેચ્યોર બનીને ઘર પરિવાર ચલાવવા પાછળ ધ્યાન આપવું જોઈએ. સમાજમાં પોતાના પરિવારને આગળ વધારવા માટે પાર્ટનર પર પ્રેશર બને છે જેના કારણે તેઓ વધારે મજબૂત અને પ્રેક્ટીકલ બની જાય છે. 


આ પણ વાંચો: હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે


બદલાયેલી રૂટીન લાઈફ 


લગ્ન પહેલા રિલેશનશિપનો ફેસ એવો હોય છે જ્યારે બે વ્યક્તિ પ્રેમમાં ડૂબેલા રહે છે તેમને દુનિયાદારીથી કોઈ જ લેવાદેવા હોતા નથી. પરંતુ જ્યારે લગ્ન થઈ જાય છે તો ઘરની રૂટીન લાઈફ પણ બદલી જાય છે અને જે વ્યક્તિને થોડા સમય માટે જ મળતા હોય તે વ્યક્તિ 24 કલાક સાથે રહેવા લાગે છે. રૂટીન લાઇફમાં થયેલા આ ફેરફારના કારણે પણ બદલાવ આવી જાય છે. 


આ પણ વાંચો: Relationship Tips: લગ્નજીવનને બર્બાદ કરે છે આ 5 બિહેવિયર, સંબંધો માટે છે રેડ ફ્લૈગ


પાર્ટનરની અપેક્ષા 


લગ્ન પછી દરેક યુવતીની ઈચ્છા હોય કે તેનો પતિ તેને એક સુરક્ષિત અને સ્થિર ભવિષ્ય આપે. તેને પણ અન્યની જેમ સારી લાઈફ સ્ટાઈલ મળે. આ અપેક્ષાને પૂરી કરવા માટે યુવકોની પ્રેક્ટીકલ બનવું પડે છે અને તેઓ કારકિર્દીને વધારે મહત્વ આપે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)