ઇતિહાસના પાનામાં એવા અનેક લગ્નો અને સંબંધો છે જેમાં વધુ ઉંમરના યુવકો તેના કરતા ખુબ નાની ઉંમરની યુવતીઓ સાથે સંબંધ ધરાવતા હોય છે. મોટાભાગે આવું જોવા પણ મળતું હોય છે. સમાજમાં તો એવું બની ગયું છે કે યુવતીના લગ્ન તેના કરતા મોટી ઉંમરના યુવક સાથે થાય. પરંતુ હવે સમય બદલાતો જાય છે. એક નવો ઈતિહાસ પણ લખાઈ રહ્યો છે. જેમાં મહિલાઓ પોતાના કરતા નાની ઉમરના પુરુષો સાથે સંબંધ ધરાવે છે, લગ્ન પણ કરે છે. કારણ કે આમ કરવું હજુ પણ આપણા સમાજમાં જાણે કોઈ નિયમ તોડી નાખ્યો હોય તેવું છે. આથી લોકોને આવી વાત સામાન્ય લાગતી નથી. અનેક લોકોના મનમાં ઘૂમ્યા કરે છે કે આવું કેમ કર્યું? આખરે મહિલાઓ ઓછી ઉંમરના પુરુષો તરફ કેમ આકર્ષાય છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટડીમાં ખુલાસો
થોડા સમય પહેલા જર્નલ ઓફ સેક્સ રિસર્ચ ચેલેન્જમાં છપાયેલા એક સ્ટડીમાં એ કારણ અંગે ખુલાસો થયો હતો કે જેના કારણે મહિલાઓ પોતાના કરતા નાની ઉંમરના પુરુષો પ્રત્યે આકર્ષાય છે. 


આ કારણે મહિલાઓને ગમે છે નાની ઉંમરના પુરુષો!
- સ્ટડીમાં જાણવા મળ્યું કે અનેક મહિલાઓ પોતાના કરતા નાની ઉમરના પુરુષોને ડેટ કરવું એટલા માટે પસંદ કરે છે કારણે આમ કરવાથી વર્ષોથી ચાલી આવતી સામાજિક પ્રથા તૂટે છે  જેમાં મેલ પાર્ટનર હંમેશા ઉંમરમાં મોટો જ રહેતો હોય છે. 


- આ સાથે જ નાની ઉંમરના પુરુષો સાથે સેક્સ્યુઅલ લાઈફ ખુબ વધુ સંતોષવાળી રહે છે. મોટાભાગની મહિલાઓ સેક્સ્યુઅલ સ્ટેમિનાના કારણે પોતાનાથી ઓછી ઉંમરના પુરુષો તરફ આકર્ષાય છે. 


- નાની ઉંમરના યુવકોને ડેટ કરતી વખતે યુવતીઓમાં આત્મવિશ્વાસ વધવા લાગે છે. તેમને એવો અહેસાસ થાય છે કે તેઓ આજે પણ કોઈની પણ પર પોતાનો જાદુ ચલાવી શકે છે. ઓછી ઉમરના યુવકો હંમેશા તેમને જુવાન મહેસૂસ કરાવે છે. 


- અનેક મહિલાઓને પોતાની ઉંમરના પુરુષે વધુ આકર્ષતા નથી કારણ કે તેમનામાં ઉંમર સાથે એક કઠોરતા આવી જાય છે. આ પણ એક કારણ છે જેના લીધે મહિલાઓ પોતાના કરતા નાની ઉંમરના પુરુષોને પસંદ કરતી હોય છે. 


- આ ઉપરાંત ઉંમરમાં નાની વયના પુરુષોને ડેટ કરવું એક મહિલા માટે સરળ પણ હોય છે કારણ કે રિલેશનશીપમાં તેની કહેવાયેલી વાતોની ગંભીરતા અને મહત્વ વધુ હોય છે. આવા સંબંધમાં તેમનો ઈગો હર્ટ થવાનું જોખમ સૌથી ઓછું હોય છે. 


બોલીવુડ અભિનેત્રીઓ... જે પતિથી ઉંમરમાં છે મોટી
સામાન્ય રીતે આપણા સમાજમાં એવું માનવામાં આવે છે કે છોકરી ઉંમરમાં પતિ કરતા નાની હોવી જોઈએ. પરંતુ ફિલ્મી દુનિયામાં એવી અનેક સુંદર હીરોઈનો છે જેમના પતિ તેમના કરતા ઉમરમાં નાના છે. જેમાં ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ, પ્રિયંકા ચોપરા, સોહા અલી ખાન, નેહા ધૂપિયા, નમ્રતા શિરોડકાર, બિપાશા બસુ, શિલ્પા શેટ્ટી સામેલ છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સ્ટડી અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube