Relationship Tips: લગ્ન બાદ મહિલા હોય કે પછી પુરુષ બંનેના જીવનમાં અનેક પ્રકારના ફેરફાર આવે છે. પરંતુ પુરુષોની સરખામણીમાં મહિલાઓનું જીવન લગ્ન બાદ ઘણું બદલાઈ જતું હોય છે. કોઈ પણ યુવતી જે દિવસથી લગ્ન કરીને સાસરામાં પગ મૂકે છે તે પળથી તેના વ્યક્તિત્વમાં અનેક પ્રકારના ફેરફાર આવવાના શરૂ થઈ જાય છે. લગ્ન બાદ સાસરામાં છોકરી પોતાના નવા પરિવાર માટે પોતાની જાતને બદલવાની કોશિશ કરે છે, ઘરના નવા સભ્યો મુજબ કામ કરે છે જે લગ્ન પહેલા નથી કર્યું તે બધુ કરવાની કોશિશ કરે છે. પરંતુ આ બધાથી અલગ શું તમે જાણો છો કે એવા કયા 5 કારણ છે જેના લીધે છોકરીઓ લગ્ન બાદ ગુસ્સાવાળી અને ચિડિયણ બનવા માટે મજબૂર થઈ જાય છે. ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘર અને સાસરાના માહોલમાં ફરક
લગ્ન બાદ અનેક છોકરીઓને એ મહેસૂસ થાય છે કે તેના પિયર અને સાસરાની રહેણીકરણી, સૂવા જાગવા, ખાણી પીણીમાં ઘણો ફરક છે. પોતાના ઘરમાં જ્યાં છોકરી એકદમ છૂટથી દરેક વાત બોલતી હતી તે જ છોકરીને હવે સાસરિયામાં એવો માહોલ મળતો નથી. જેના કારણે અનેકવાર તેના નેચરમાં ગુસ્સો અને ચિડિયાપણું આવી જાય છે. 


સાસરિયામાં પ્રેમ અને સન્માન ન મળવું
પોતાનો પરિવાર છોડીને સાસરે આવેલી છોકરીને જ્યારે નવા ઘરમાં પિયર જેવો પ્રેમ અને સન્માન ન મળે તો તે પોતાની જાતને ખુબ લાચાર મહેસૂસ કરે છે. સાસરિયાના ખરાબ વ્યવહાર અને ટોણાના કારણે તે પરેશાન થઈને ગુસ્સે રહેવાનું શરૂ કરી દે છે. 


જોબ છૂટી જાય
જો લગ્ન બાદ છોકરીએ કોઈ કારણસર પોતાની નોકરી છોડવી પડે અને પોતાની જરૂરિયાતના ખર્ચા પૂરા કરવા માટે પતિ કે તેના પરિવાર પર નિર્ભર રહેવું પડે તો પોતાની આ ફાઈનાન્શિયલ ઈન્ડિપેન્ડન્સ ખતમ થવાના કારણે પણ છોકરીમાં ગુસ્સો, નારાજગી, ચિડિયાપણું આવી શકે છે. 


સપના પૂરા ન થાય
જો છોકરી લગ્ન પહેલા કોઈ સારો કોર્સ કે હાયર એજ્યુકેશન કરવા માંગતી હોય પરંતુ લગ્ન થવાના કારણે આવું ન કરી શકી હોય ત્યારે તે અંદરો અંદર અકળાવવા લાગે છે. તેનું કોઈ કામમાં મન લાગતું નથી અને સ્વભાવમાં ચિડિયાપણું આવી જાય છે. 


પતિનો સાથ ન મળે
એક છોકરી લગ્ન બાદ કોઈ પણ કામ કરવા માટે સૌથી વધુ તેના પતિ પર નિર્ભર રહે છે. પરંતુ લગ્ન બાદ તેને તેના પતિનો જ સપોર્ટ ન મળે તો પણ તેનો સ્વભાવ ગુસ્સાવાળો થઈ જતો હોય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube