Relationship Tips : પહેલાં લગ્ન થતા તો વર અને વધુમાં એક ઉંમર મર્યાદા જોવા મળતી હતી. સામાન્ય રીતે છોકરો છોકરી કરતા મોટો હોય. પરંતુ હવે જમાનો બદલાતા બધાની પસંદગીઓમાં પણ ફરક પડવા લાગ્યો છે. છોકરીઓને નાની ઉંમરના છોકરા કે પછી મોટી ઉમરના પુરુષો ગમવા લાગ્યા. ત્યારે એક વિચાર મગજમાં એ આવે કે આખરે યુવતીઓને પોતાના કરતા વધુ ઉંમરના પુરુષો સાથે સંબંધમાં પડવાનું કેમ ગમતું હશે? છોકરીઓની આ પસંદગી બદલાવવા પાછળ શું કારણ હોઈ શકે તે પણ જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોકરીઓ મોટી ઉંમરના લોકો સાથે સંબંધ રાખવાના એક નહીં અનેક કારણો છે. મોટી ઉંમરનો વ્યક્તિ એ મેચ્યોર હોય છે અને ફાયનાન્સિયલ સ્ટ્રોન્ગ હોય છે. જે છોકરીની દરેક જરૂરિયાતને પહોંચી વળવા સક્ષમ હોય છે. આ સાથે અનુભવને આધારે ઘડાયેલો હોય છે. એ છોકરીના માન સન્માનની પરવા કરે છે. એક ઉંમરમાં છોકરા અને છોકરીની મેચ્યોરિટી પણ એટલી જ હોય છે. જેમાં છોકરીનું સન્માન ઘવાતું હોય છે. મોટી ઉંમરનો વ્યક્તિ હંમેશાં રિસ્પેક્ટ જાળવે છે. આજની છોકરીઓ સુરક્ષાનું પણ કારણ આગળ ધરે છે. મોટી ઉંમરના વ્યક્તિ સાથે સુરક્ષાનો પણ અહેસાસ થાય છે. 


ફાઈનાન્શિયલ કંડિશન પર ધ્યાન
છોકરીઓ મોટી ઉંમરના પુરુષો તરફ આકર્ષાય છે તેનું કદાચ સૌથી મોટું કારણ એ પણ હોઈ શકે કે તેમની ફાઈનાન્શિયલ કન્ડિશન સ્ટેબલ હોય છે. જે પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે સૌથી વધુ જરૂરી હોય છે. આથી જો તમે પણ કોઈ છોકરીને પસંદ કરતા હોવ અને તેની સાથે લગ્ન કરવાનું પ્લાન કરતા હોવ તો પહેલા પોતાની જાતને સ્ટેબલ કરો. આ વાત છોકરીઓને પણ લાગૂ પડતી હોય છે. 


થોડા ગંભીર થોડા રમૂજી
કોઈ પણ છોકરી એવો પાર્ટનર બિલકુલ નહીં ઈચ્છે કે જે છોકરા સાથે તે રહેવાની છે તે લાઈફમાં ગંભીર ન હોય અને બસ ફક્ત રમૂજીવેડા  કરતો રહે. છોકરીઓ મોટી ઉંમરના પુરુષોને એટલા માટે પણ પસંદ કરતી હોય છે કારણ કે તેમની સેન્સ ઓફ હ્યુમર તો સારી હોય છે જ પરંતુ સાથે સાથે તેમનામાં ગંભીરતા પણ હોય છે. જે દરેક સંબંધ માટે જરૂરી હોય છે. 


સિક્યોર ફ્યૂચર
જ્યારે પણ કોઈ નવા વ્યક્તિ સાથે સંબંધમાં આવો તો દિમાગમાં સૌથી પહેલો ખ્યાલ એ હોય છે કે શું તેની સાથે મારું ભવિષ્ય ઠીક રહેશે કે નહીં. મોટી ઉંમરના પુરુષો સાથે આપણે આ વાતો માટે વધુ પરેશાન થવાની જરૂર પડતી નથી. કારણ તેમનામાં એટલી સમજ આવી ગઈ હોય છે કે આગળ જઈને પરિવાર વધશેઅને જવાબદારીઓ ઉઠાવવી પડી શકે છે. 


જુએ છે મેચ્યુરિટી
દરેક છોકરી ઈચ્છે છેકે જેની પણ સાથે તે લાઈફ પસાર કરે કે પછી સંબંધમાં જાય તો તેનામાં મેચ્યુરિટી હોય. એ જરૂર નથી કે મેચ્યુરિટી ઉંમર પ્રમાણે આવે પરંતુ ઉમરમાં મોટા પુરુષોમાં મેચ્યુરિટી બીજા કરતા વધુ હશે, આ સાથે તે ચીજોને સારી રીતે સમજી શકે છે. આથી જો તમે તમારા પાર્ટનર સાથે ફ્યૂચર પ્લાન કરતા હોવ તો તેમને મેચ્યુરિટી દેખાડો. 


આત્મવિશ્વાસું 
મોટાભાગે એવું માનવામાં આવે છે કે છોકરો ઉંમરમાં મોટો હોય તો તેનામાં આત્મવિશ્વાસ વધુ હોય છે. આવામાં છોકરીઓ પોતાની જાતને આવા પુરુષો સાથે વધુ સેફ મહેસૂસ કરે છે અને તેમને પસંદ કરતી હોય છે. જો તમારો પાર્ટનર પણ આત્મવિશ્વાસુ હોય તો તે તમને પણ આગળ વધવા માટે અને કઈક કરવા માટે પ્રેરિત કરશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)