Relationship Tips: મહિલાઓને નાની વયના છોકરાઓ શા માટે વધારે ગમે છે? રિસર્ચમાં સામે આવ્યું આવું કારણ
Why Women Likes Younger Men: કહેવાય છે કે પ્રેમ ઉમર, જ્ઞાતિ, ધર્મ વગેરે વસ્તુઓને જોઈને નથી થતો. પ્રેમ કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે. મહિલાઓની બાબતમાં આ વાત ઘણીવાર સાચી પણ સાબિત થાય છે. ઘણીવાર જોવા મળે છે કે મહિલાઓને પોતાનાથી નાની ઉંમરના યુવકો સાથે આકર્ષણ થઈ જાય છે. આવું શા માટે થાય છે તે એક રિસર્ચમાં સામે આવ્યું છે.
Why Women Likes Younger Men: એક સમય એવો હતો જ્યારે લગ્ન કે સંબંધની વાત આવે તો મોટાભાગે એવું હોય કે યુવક કે પુરુષની ઉંમર યુવતી કે મહિલા કરતાં વધારે હોય. પરંતુ સમય બદલી રહ્યો છે અને સંબંધોની સ્થિતિ પણ બદલી રહી છે. આજના સમયમાં નાની ઉંમરના યુવાનો પણ પોતાનાથી મોટી ઉંમરની મહિલા સાથે સંબંધમાં હોય તેવા ઉદાહરણ જોવા મળે છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે મહિલાઓને પોતાનાથી નાની ઉંમરના યુવકો વધારે પસંદ આવતા હોય અથવા તો તેમના પ્રત્યે તેઓ આકર્ષણ અનુભવે છે. આવું શા માટે થાય છે તેનો ખુલાસો એક સ્ટડી દરમિયાન થયો છે. આ રિસર્ચમાં સામે આવ્યું કે શા માટે મહિલાઓને પોતાનાથી નાની ઉંમરના યુવકો વધારે આકર્ષિત કરે છે ?
આ પણ વાંચો: Relationship Tips: આ ભૂલના કારણે સંબંધમાં પડે છે એવી તિરાડ છે ક્યારેય ભરાતી નથી
આ અંગે થયેલી રિસર્ચમાં મહિલાઓના નાની વયના યુવકો પ્રત્યેના આકર્ષણને લઈને એક ચેલેન્જ રાખવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે 30 થી 60 વર્ષની મહિલાઓ પોતાનાથી નાની ઉંમરના યુવકોને પસંદ કરે છે અને તેમની સાથે રિલેશનમાં રહેવા માંગે છે. એટલું જ નહીં આ સ્ટડીમાં એવું પણ સાબિત થયું કે મહિલાઓ પોતાનાથી ઓછામાં ઓછા પાંચ વર્ષ નાના યુવકો સાથે પણ રિલેશનશિપમાં રહી છે.
આ પણ વાંચો: આ 6 પ્રકારના લોકો છીનવી લે છે જીવનની સુખ-શાંતિ, તમારી આસપાસ પણ હોય તો રહેજો દુર
નાની વયના યુવકો પ્રત્યે આકર્ષણ થવાનું કારણ
- જ્યારે કોઈ મહિલા પોતાનાથી નાની ઉંમરના યુવકને ડેટ કરે છે તો તે પોતાનો કોન્ફિડન્સ પણ વધારે અનુભવે છે. તેનો કોન્ફિડન્સ એ વાતથી વધી જાય છે કે તે પોતાની સુંદરતા અને અદાઓથી કોઈપણ પુરુષને પોતાના પ્રેમમાં પાગલ કરી શકે છે. નાની ઉંમરના યુવક સાથે રહીને તે પોતે પણ યુવાન અનુભવ કરે છે.
આ પણ વાંચો: Relationship: નવી વહુ ઝડપથી સમાઈ જશે સાસરિયાંમાં, જો સાસુ અપનાવે આ 5 ટિપ્સ
- પોતાનાથી નાની ઉંમરના યુવક સાથે રિલેશનશિપમાં રહીને મહિલાઓ સેક્સ્યુઅલી વધારે સંતુષ્ટ થાય છે. આ એક મોટું કારણ હોય છે. મહિલાઓ આ કારણથી પણ નાની ઉંમરના યુવકોને પસંદ કરે છે. આ કારણ છે કે મોટી ઉંમરની મહિલાઓને નાની ઉંમરના યુવકો એટ્રેક્ટ કરે છે
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)