Uttar Pradesh : 20 ઓક્ટોબરના કરવા ચોથ માટે મહિલાઓ અત્યારથી તૈયારીઓ કરી રહી છે. કરવા ચોથની ખરીદીને પગલે બજારમાં ઘણા દિવસથી રોનક છે. કપડાંથી લઈને કોસ્મેટિકની દુકાનો હાઉસફૂલ જઈ રહી છે. દુકાનો પર મહિલાઓની ખાસ્સી ભીડ જામી રહી છે. જોકે, યુપીની બરેલીથી આવેલા એક સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. અહીંની એક મહિલાએ પતિ પાસે શોપિંગ માટે 50 હજાર રૂપિયા માગ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોપિંગ માટે 50 હજારની માગણીથી પતિ પણ ચોંકી ગયો હતો. પતિએ પત્નીને પૈસા આપવા માટે નનૈયો ભણી દેતાં પત્ની ઉકળી ઉઠી હતી. જેને મગજ પરનો કાબૂ ગુમાવી દઈ ઈંટ લઈને પતિનું માથું ફોડી નાખ્યું હતું.  ઈજાગ્રસ્ત પતિ અડધી રાતે હોસ્પિટલ પહોંચ્યો અને સારવાર બાદ તેને પત્ની સામે ફરિયાદ કરી હતી. 


આવી રહ્યું છે વાવાઝોડું, અંબાલાલ પટેલે ઓક્ટોબરની આ તારીખ સાથે કરી ખતરનાક આગાહી


અહલાદપુરના નિવાસી હરીશ કુમારે ઈજ્જતનગર પોલીસ સ્ટેશનમાં પત્ની સામે લેખિતમાં ફરિયાદ કરી હતી. પ્રથમ પત્નીના મોત બાદ તેના 3 વર્ષ પહેલાં જ બીજા લગ્ન થયા હતા. ઓફિસથી એ ઘરે આવ્યો ત્યારે પત્નીએ કરવાચોથની ખરીદી માટે 50 હજાર રૂપિયાની માગણી કરી હતી. જે માટે પતિએ ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. વિવાદ વધીને હાથાપાઈ પર ઉતરી આવ્યો હતો અને પત્નીએ મગજ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.


આરોપ છે કે પત્નીએ ઈંટ મારીને પતિનું માથું ફોડી નાખ્યું હતું. જેને પગલે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પત્નીના આ પ્રકારની બિહેવયરથી કંટાળીને પતિએ આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી. હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.


બહેરાઈચ હિંસામાં એન્કાઉન્ટર બાદનો વીડિયો બહાર આવતા જ મોટો ખુલાસો થયો