તુલસીના 11 પાન બદલી દેશે તમારું ભાગ્ય, પૈસાની નહીં રહે ખામી
Tulsi Totke: જે ઘરમાં સવારે અને સાંજે તુલસીના છોડની પૂજા થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તુલસી સંબંધિત કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે જેને કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
Tulsi Totke: હિન્દુ શાસ્ત્રમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. આવા ઘરમાં વાસ્તુદોષ પણ રહેતો નથી. જે ઘરમાં સવારે અને સાંજે તુલસીના છોડની પૂજા થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તુલસી સંબંધિત કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે જેને કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
આ પણ વાંચો:
Important Vrat: આ વ્રત કરવાથી દરેક મનોકામના થાય છે પુરી, ઘરમાં વધે છે સુખ-સમૃદ્ધિ
Vastu Tips: એક પણ રૂપિયો ખર્ચ્યા વિના આ રીતે દૂર કરો વાસ્તુ દોષ, ઘરમાં આવશે ખુશીઓ
દિવસ સારો જાય અને કાર્યમાં મળે સફળતા તેવી ઈચ્છા હોય તો દિવસની શરુઆત કરો આ કામથી
જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમયથી અધૂરી હોય તો તુલસીના 11 પાન તોડી તેને સુકવી લેવા. તુલસીના પાન અગિયારસ કે રવિવારના દિવસે ન તોડવા. ત્યાર પછી સિંદૂરમાં ચમેલી નું તેલ ઉમેરીને તેના વડે તુલસીના પાન ઉપર રામ નામ લખવું. ત્યાર પછી આ પાનની માળા બનાવીને બજરંગ બલીને અર્પણ કરો. તેનાથી તમારી મનોકામના ઝડપથી પૂર્ણ થશે
જો તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેતું હોય તો તુલસીના પાન લેવા અને તેને ધોઈને સાફ કરવા. ત્યાર પછી તાંબાના લોટામાં પાણી ભરી તેમાં આ તુલસીના પાન ઉમેરી દેવા. રોજ સવારે સ્નાન કર્યા પછી આ પાણીનો છંટકાવ ઘરના મુખ્ય દરવાજા પર કરવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ શાંતિ વધે છે
જો તમારા ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય તો તુલસીના પાન લેવા અને તેને લાલ કપડામાં બાંધીને તિજોરી અથવા તો ધન રાખતા હોય તે જગ્યાએ રાખી દેવા. આમ કરવાથી તમારા જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)