દિવસ સારો જાય અને કાર્યમાં મળે સફળતા તેવી ઈચ્છા હોય તો દિવસની શરુઆત કરો આ કામથી

Success Tips: ગરુડ પુરાણમાં સારા અને ખરાબ કર્મોના ફળ વિશે પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં એવી ઘણી વાતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે જેને અપનાવીને માણસ પોતાના જીવનમાં સફળ બની શકે છે.

દિવસ સારો જાય અને કાર્યમાં મળે સફળતા તેવી ઈચ્છા હોય તો દિવસની શરુઆત કરો આ કામથી

Success Tips: 18 પુરાણોમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. ગરુડ પુરાણના પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુ છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં સારા અને ખરાબ કર્મોના ફળ વિશે પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં એવી ઘણી વાતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે જેને અપનાવીને માણસ પોતાના જીવનમાં સફળ બની શકે છે. ગરુડ પુરાણની આ વાતોને યોગ્ય રીતે અનુસરવાથી માણસને આ લોકમાં સિદ્ધિ, સમૃદ્ધિ અને સફળતા મળે છે.

આ પણ વાંચો : 

- ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ રોજ પોતાના દિવસની શરૂઆત ભગવાનના દર્શન અને પૂજા કરીને કરે છે તેને દેવી-દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તેને દિવસના દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે.

- દિવસમાં પહેલી વખત તમે કંઈ પણ ખાવ તો સૌથી પહેલા ભગવાનને તેનો ભોગ ધરાવવો જોઈએ. ભગવાનને ભોગ લગાડ્યા પછી જ કોઈપણ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ. આમ કરવાથી માતા અન્નપૂર્ણા ના આશીર્વાદ મળે છે અને ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે. આવા ઘરમાં માતા લક્ષ્મી પણ હંમેશા વાત કરે છે. જોકે ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે ભગવાનને જે ભોજન ધરાવો તે સાત્વિક એટલે કે ડુંગળી લસણ વિનાનું હોવું જોઈએ. 

- આખા દિવસમાં એક વખત કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિની મદદ કરવી અથવા તો ભૂખ્યાને ભોજન કરાવવું. આ સિવાય ગાયને રોટલી ખવડાવવી અને પક્ષીઓને પણ ચણ નાખવી. 

- દિવસમાં એક વખત દરેક વ્યક્તિએ આત્મચિંતન કરવું જોઈએ. આમ કરવાથી તેને ખ્યાલ આવે છે કે તેણે દિવસ દરમિયાન કેટલી ભૂલ કરી અને તે ભૂલને સુધારીને આગળ વધે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news