14 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસ, લીંબુના આ ટોટકા કારર્કિદીમાં અપાવશે સફળતા, પિતૃ થશે પ્રસન્ન
Sarva Pitru Amavasya 2023: અમાસના દિવસે આ ટોટકા કરવાથી જીવનની બધી જ સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે. સાથે જ નારાજ પિતૃ શાંત થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. આજે તમને શનિ અમાસના દિવસે કરી શકાય તેવા લીંબુના ટોટકા વિશે જણાવીએ.
Sarva Pitru Amavasya 2023: 14 ઓક્ટોબર અને શનિવારે સર્વપિતૃ અમાસ છે. આ અમાસને મોક્ષદાયિની અમાસ પણ કહેવાય છે. શનિવારે અમાસની તિથિ હોવાથી તેને શનિશ્વરી અમાસ પણ કહેવામાં આવે છે. આ વર્ષે સર્વ પિતૃ અમાસે સૂર્ય ગ્રહણ પણ થવાનું છે. તેવામાં આ દિવસે પિતૃઓ માટે કેટલાક ટોટકા કરવા શુભ સાબિત થાય છે.
અમાસના દિવસે આ ટોટકા કરવાથી જીવનની બધી જ સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે. સાથે જ નારાજ પિતૃ શાંત થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. આજે તમને શનિ અમાસના દિવસે કરી શકાય તેવા લીંબુના ટોટકા વિશે જણાવીએ.
સર્વ પિતૃ અમાસના ટોટકા
આ પણ વાંચો:
Lizard Falls: શરીરના આ અંગ પર ગરોળીનું પડવું ગણાય છે અશુભ, થાય છે ધન હાનિ
Rahu Gochar 2023: રાહુના રાશિ પરિવર્તન પછી શરુ થશે શુભ સમય, નોકરીમાં પ્રમોશન પાક્કુ
મંગળના રાશિ પરિવર્તનથી આ લોકોને થશે લાભ, જે કામ હાથમાં લેશે તેમાં મળશે સફળતા અને ધન
નોકરી માટે લીંબુનો ઉપાય
જો તમે નોકરી શોધી રહ્યા છો અને સારી નોકરી મેળવવી છે તો સર્વપિતૃ અમાસના દિવસે લીંબુ લેવું અને તેને ઘરના મંદિરમાં મુકો. રાતના સમયે લીંબુને તમારા માથા પરથી સાત વખત ઉતારી અને 4 ટુકડામાં કાપો અને ચાર રસ્તા પર ફેંકી દો. આમ કરવાથી કારર્કિદીમાં આવેલી બાધા દુર થાય છે.
ધન પ્રાપ્તિ માટે ઉપાય
સર્વપિતૃ અમાસના દિવસે સંધ્યા સમયે ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરો. આ દીવો કરવામાં લાલ દોરાનો ઉપયોગ કરવો. આ દીવામાં કેસરના તાંતણા ઉમેરવા અને કાળા તલ ઉમેરવા. આમ કરવાથી કરજથી મુક્તિ મળે છે અને ધન લાભ થાય છે.
નકારાત્મક શક્તિ દુર કરવા
અમાસના દિવસે બાવળના ઝાડ નીચે કાચુ દૂધ, 2 લવિંગ, કાળા તલ અને થોડા પતાશા મુકી પિતૃઓને અર્પણ કરવા. આમ કરવાથી નકારાત્મક શક્તિઓ દુર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)