Rahu Gochar 2023: રાહુના રાશિ પરિવર્તન પછી શરુ થશે શુભ સમય, આ રાશિને નોકરીમાં પ્રમોશન પાક્કુ

Rahu Gochar 2023: 30 ઓક્ટોબર 2023 ના રોજ સાંજે 05:44 કલાકે રાહુ રાશિ પરિવર્તન કરશે. રાહુ મેષ રાશિ છોડી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન તમામ રાશિઓના લોકોને અસર કરશે પરંતુ સૌથી વધુ અસર અને લાભ સિંહ રાશિના લોકોના કરિયર, બિઝનેસ, અભ્યાસ, પારિવારિક જીવન અને સ્વાસ્થ્યને થશે.  

30 ઓક્ટોબર પછી સિંહ રાશિના લોકોને તેમના અધુરા કાર્યોને પૂર્ણ કરવામાં ઘણા પ્રકારના અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તેથી ફક્ત કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. જો કે આ સમય દરમિયાન ઓફિસમાં પ્રગતિના દ્વાર ખુલશે. પગાર વધારાની અને પ્રમોશન થવાની પ્રબળ શક્યતા જણાય છે. જે લોકો સરકારી વિભાગમાં કામ કરે છે તેઓને તેમના કાર્યક્ષેત્રમાંથી ચોક્કસ સારા સમાચાર મળશે.

આ પણ વાંચો:

જો કોઈ વેપારી પોતાના ધંધામાં પૈસાનું રોકાણ કરવા માંગે છે તો તેણે આવું કરતા પહેલા તેના પાર્ટનર સાથે ચર્ચા કરવી જોઈએ. નાણાકીય નુકસાન થવાની અથવા પૈસા ડૂબી જવાની પ્રબળ સંભાવના છે. ધંધામાં ઉધારી આપવી સામાન્ય વાત છે પરંતુ 30 ઓક્ટોબર પછી કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળો.

જીવનસાથીને આર્થિક લાભ થવાની સંભાવના જણાય છે. જો તમારા જીવનસાથી ખાનગી ક્ષેત્રમાં સક્રિય છે તો સફળતા મળવાની સંભાવના છે. મનને સક્રિય રાખો અને કોઈના કહેવાથી ગેરમાર્ગે દોરાવાનું ટાળો.  

આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે નહીં તો નાની બીમારીઓ ગંભીર સ્વરુપ ધારણ કરી લેશે. બાળકોના આહાર પર ધ્યાન આપવું જોઈએ. જંક ફૂડ અને પેક્ડ ફૂડ ખાવાનું ટાળવું પડશે. કારણ કે તેનાથી પેટમાં ઈન્ફેક્શન થવાની શક્યતા છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news