Navratri 2023: હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે શારદીય નવરાત્રી. આજે એટલે કે 15 ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થઈ છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન માં દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેશભરમાં ધામધૂમથી નવરાત્રી પર્વ ઉજવાય છે. 15 ઓક્ટોબરે શુભ સમયે ઘરમાં કલશ સ્થાપિત કરીને દુર્ગા માનું આહ્વાન કરવામાં આવે છે. ત્યારબાદ 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. તો ચાલો તમને જણાવીએશારદીય નવરાત્રીના પહેલા દિવસની પૂજાનો સમય અને કળશ સ્થાપના કરવાની વિધિ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 દિવસ સુધી ચાલતી નવરાત્રીના પહેલા દિવસે માં દુર્ગાના પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમને કરુણા, ધૈર્ય અને સ્નેહનું પ્રતિક માનવામાં આવે છે. માં શૈલુપત્રીની પૂજા કરવાથી જીવનમાં આવેલી તમામ સમસ્યાઓ દુર થઈ જાય છે. તેમની પૂજા કરવાથી દાંપત્યજીવન મધુર રહે છે.


આ પણ વાંચો:


રવિવાર મેષ રાશિ માટે રહેશે શુભ, સિંહ રાશિ રહેશે વ્યસ્ત, જાણો કેવો રહેશે તમારો દિવસ


રાહુનું ગોચર આ ત્રણ રાશિઓ પર કરશે સૌથી વધુ અસર, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ


Mulank 6: વધતી ઉંમરે અમીર અને આકર્ષક બને છે આ તારીખે જન્મેલા લોકો


કળશ સ્થાપના માટે 2 શુભ મુહૂર્ત

એકમની તિથિ 14મી ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 11.24 કલાકે શરૂ થઈ છે અને તે 16 ઓક્ટોબર 2023ના રોજ સવારે 12.03 કલાકે સમાપ્ત થશે. નવરાત્રિના પ્રથમ દિવસે અભિજીત મુહૂર્તમાં કળશની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કળશ સ્થાપના માટેનો શુભ સમય રવિવારે સવારે 06:30 થી 08:47 સુધીનો રહેશે. ત્યારબાદ અભિજિત મુહૂર્ત રવિવારે સવારે 11.44 થી બપોરે 12.30 સુધી રહેશે.
 
કળશ સ્થાપનાની વિધિ

- ઘરમાં કલળ પૂર્વ, ઉત્તર અથવા ઈશાન ખૂણામાં સ્થાપિત કરવો.
- સ્થાપના કરવા માટે બાજોઠ પર લાલ કપડું પાથરી અને તેના પર ચોખા અષ્ટદળ બનાવીને માં દુર્ગાની મૂર્તિ મૂકો.
- આ પછી કલશમાં પાણી, ગંગાજળ, સિક્કો, કંકુ, હળદરની ગાંઠ, દૂર્વા, સોપારી રાખી કળશને બાજોઠ પર સ્થાપિત કરો.
- કળશ પર 5 આંબાના પાન મુકો અને તેના પર નાળિયેર રાખો.
- એક માટીના વાસણમાં ચોખ્ખી માટી લઈ તેમાં 7 પ્રકારના અનાજ વાવો અને તેને મંદિર પાસે રાખો.
- છેલ્લે દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશ, માં દુર્ગા અને નવગ્રહોનું આહ્વાન કરી વિધિ પૂર્વક પૂજા કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)