Mangal Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહક્રમ ભૂમિ અને વિવાહનો કારક ગ્રહ છે. એટલા માટે જ મંગળનું જ્યારે રાશિ પરિવર્તન થાય છે ત્યારે વ્યક્તિના જીવનના આ ક્ષેત્રોમાં સૌથી વધુ અસર થાય છે. 18 ઓગસ્ટ 2023 ના રોજ મંગળ રાશિ પરિવર્તન કરી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કેટલીક રાશિના જાતકો માટે મંગળનું આ રાશિ પરિવર્તન હાનિકારક સાબિત થશે તો કેટલીક રાશિના લોકોને આ સમય દરમિયાન ધન લાભ થવાનો છે. મંગળની સાથે બુધ પણ કન્યા રાશિમાં ગોચર કરશે જેના કારણે કન્યા રાશિમાં મંગળ અને બુધની યુતિ સર્જાશે જે કેટલીક રાશિના લોકોને જબરદસ્ત લાભ કરાવનાર સાબિત થશે. તો ચાલો તમને જણાવીએ મંગળ કઈ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળના ગોચરની શુભ અસરો


આ પણ વાંચો:


Vastu Tips: તુલસીના છોડમાં બાંધી દો આ એક વસ્તુ, તિજોરી રહેશે રુપિયાથી છલોછલ


રવિવારે ન કરવા આ 5 કામ, કરનારના ઘરમાં વધે છે ગરીબી, છીનવાઈ જાય છે સુખ-શાંતિ


Budh Gochar: આ તારીખથી 3 રાશિના લોકોના ઘરમાં થશે ધનનો વરસાદ, દિવસ રાત વધશે આવક


મેષ રાશિ


મેષ રાશિના જાતકોને મંગળનું ગોચર લાભ કરાવનાર સાબિત થશે. આ સમય દરમિયાન દુશ્મન પરાસ્ત થશે. કોર્ટમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તેમાં તમારો વિજય થશે. મહત્વપૂર્ણ કામમાં સફળતા પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન ક્રોધ પર કાબુ રાખવો.


મિથુન રાશિ


મિથુન રાશિના લોકો માટે મંગળનું ગોચર વેપાર ક્ષેત્રે લાભ કરાવનાર સાબિત થશે. આવક વધશે. કારકિર્દીમાં પણ સફળતા પ્રાપ્ત થશે જેના કારણે મનમાં પ્રસન્નતા રહેશે. ઘરમાં કોઈ સમસ્યા હતી તો તેનો ઉકેલ આવશે. પરિજનો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકશો.


કર્ક રાશિ


મંગળનું ગોચર કર્ક રાશિના લોકો માટે ખૂબ જ મંગળકારી સાબિત થશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે આ સમય દરમિયાન મુલાકાત થશે. ઉચ્ચ અભ્યાસની તૈયારી કરતા લોકોને શિક્ષામાં સફળતા મળશે. શત્રુ પર આજે થશે.


આ પણ વાંચો:

Rajyog 2023: આ રાજયોગથી ચમકશે રાશિચક્રની 3 રાશિના લોકોનું ભાગ્ય, દરિદ્રતા થઈ જશે દુર


Kaal Sarp Dosh: કાલ સર્પ દોષથી છુટકારો મેળવવો છે તો કરો આ ઉપાય, તુરંત જોવા મળશે અસર


વૃશ્ચિક રાશિ


વૃશ્ચિક રાશિના લોકોને મંગળનું ગોચર ઈચ્છાપૂર્તિ નું વરદાન લઈને આવશે. સામાજિક કાર્યોમાં સક્રિયતા વધશે જેના કારણે સમાજમાં લોકપ્રિયતા પણ વધશે. કરજથી મુક્તિ મળશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.


ધન રાશિ


ધન રાશિના જાતકો માટે પણ મંગળનું રાશિ પરિવર્તન ખૂબ જ લાભકારક સાબિત થશે. કારકિર્દીમાં લાભ થશે. નોકરી કરતા લોકોને નવી જોબ ઓફર મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને પરિવાર સાથે પણ સારો સમય પસાર થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)