Rashifal 2024: વર્ષ 2023 ગણતરીના દિવસોમાં પૂરું થશે અને નવું વર્ષ 2024 શરૂ થઈ જશે. નવા વર્ષમાં તારીખ બદલવાની સાથે ગ્રહોની સ્થિતિમાં પણ મોટા ફેરફાર થવાના છે. ગ્રહોના આ રાશિ પરિવર્તન દરેક વ્યક્તિના ભાગ્યને પ્રભાવિત કરશે. નવા વર્ષમાં શનિ તેને મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરશે. જ્યારે ગુરુ ગ્રહ મે મહિના સુધી મેષ રાશિમાં રહેશે ત્યાર પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ ગ્રહ મીન અને કેતુ ગ્રહ કન્યા રાશિમાં બિરાજમાન રહેશે. જ્યારે સૂર્ય, બુધ, શુક્ર, મંગળ તેના નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરતા રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રહોની આ બદલતી ચાલ વર્ષ 2024માં કેટલીક રાશિના લોકોનો ભાગ્ય ચમકાવશે તો કેટલીક રાશિના લોકોનું જીવન સમસ્યાઓથી ભરી દેશે. ખાસ કરીને ત્રણ રાશિ એવી છે જેમના માટે વર્ષ 2024 મુશ્કેલીઓથી ભરેલું રહી શકે છે. આ ત્રણ રાશિના લોકોને વર્ષ 2024 માં ભાગ્યનો સાથ નહીં મળે અને તેમને અનેક સંકટનો સામનો કરવો પડી શકે છે. 


આ પણ વાંચો: વર્ષ 2024માં 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, દરેક કામ થશે સફળ, ચારેતરફથી થશે ધનલાભ


કર્ક રાશિ


કર્ક રાશિના લોકો માટે પણ નવું વર્ષ એટલે કે 2024 મુશ્કેલીઓથી ભરેલું હોઈ શકે છે. આ વર્ષમાં નોકરી-વેપાર અને વૈવાહિક જીવન પ્રભાવિત થશે. આ વર્ષ દરમિયાન વેપારમાં નુકસાન થઈ શકે છે નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્ર પર અણબનાવ થઈ શકે છે. આ વર્ષ દરમિયાન નોકરી બદલવાનો વિચાર પણ ન કરવો. એક વખત નોકરી છોડશો તો બીજી વળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઘરમાં નાની-નાની વાતને લઈને ઝઘડા થઈ શકે છે તેથી આ સમય દરમિયાન શાંતિ રાખવી.


આ પણ વાંચો: માળા હાથમાં રાખી મંત્ર જાપ કરતી વખતે તમે તો નથી કરતાંને આ ભૂલ? નીકળી જશે ધનોતપનોત


સિંહ રાશિ


વર્ષ 2024 સિંહ રાશિના લોકો માટે પણ વધારે સારું નથી. આ રાશિના લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે. આ વર્ષ દરમિયાન ખર્ચમાં પણ અતિશય વધારો થઈ શકે છે. કેટલીક અણધારી મુસીબતો સામે આવી શકે છે. કાર્ય સ્થળ અને ઘર બંને જગ્યાએ તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ રાશિ પર શની અને રાહુનો પ્રભાવ પણ વધશે જેના કારણે ક્રોધ અને ભ્રમની સ્થિતિ ઊભી થઈ શકે છે. 


આ પણ વાંચો: ભાગ્યશાળી હોય તેને જ જોવા મળે આ વસ્તુઓ, માતા લક્ષ્મીની પધરામણીનો કરે છે સંકેત


ધન રાશિ


વર્ષ 2024 ધન રાશિના લોકો માટે પણ પડકારોથી ભરેલું રહેશે. આ રાશિના લોકોએ સાવધાનીથી નોકરી કરવાની જરૂર છે. આ વર્ષે દરમિયાન ખાવા પીવાનું પણ ખાસ ધ્યાન રાખવું બેદરકારી સ્વાસ્થ્ય અને ગંભીર રીતે અસર કરી શકે છે. વેપારમાં કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો તેનાથી નુકસાન થવાની સંભાવના છે. આ વર્ષ દરમિયાન દરેક નિર્ણય સમજી વિચારીને લેવા.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)