Krishna Janmashtami 2024 Date: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ખૂબ જ ખાસ અને ધામધૂમથી ઉજવવામાં આવતો હિન્દુ તહેવાર છે. આ પર્વને ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણને કન્હૈયા, કાન્હા, લડ્ડુ ગોપાલ સહિત અનેક નામોથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણના ભાદ્રપદ મહીનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને અડધીરાત્રે જન્મ લીધો હતો. ત્યારથી આ તારીખને કૃષ્ણ જન્માષ્ટમી તરીકે મનાવવામાં આવે છે. જોકે, કૃષ્ણ જન્માષ્ટમીની તારીખ અને મુહર્તને લઈને લોકોની વચ્ચે અસમંજસ છે કે જન્માષ્ટમી 26 ઓગસ્ટે મનાવવામાં આવશે કે 27 ઓગસ્ટે મનાવવામાં આવશે અને પુજા અને મુહર્ત શું હશે? પુજાની વિધિ શું હશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26 અને 27 ઓગસ્ટમાંથી કઈ તારીખે મનાવવામાં આવશે કૃષ્ણ જન્માષ્ટમી?
કૃષ્ણ જન્માષ્ટમીને લઈને બે તારીખો આવી રહી છે. લોકો મૂંઝવણમાં છે કે કૃષ્ણ જન્માષ્ટમી 26મી ઓગસ્ટે કે 27મી ઓગસ્ટે ઉજવવી. કૃષ્ણ જન્માષ્ટમી બંને તારીખે ઉજવાશે કે કેમ તે અંગે પણ અસમંજસ પ્રવર્તી રહી છે. જો કે, હિન્દુ કેલેન્ડર મુજબ જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024ના રોજ સવારે 03:39 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 2:19 વાગ્યા સુધી ચાલુ રહેશે. પૂજાનો શુભ સમય 26 ઓગસ્ટના રોજ સવારે 12:01 વાગ્યે શરૂ થશે અને 12:45 સુધી ચાલશે. આ નિશિતા મુહૂર્ત છે.


આ રીતે કરો ભગવાન કૃષ્ણની પુજા
જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા માટે સૌથી પહેલા તેમની ધાતુની મૂર્તિને વાસણમાં રાખો. તેની મૂર્તિને દૂધ, દહીં, મધ અને સાકરથી સ્નાન કરાવો. આ સાથે છેલ્લે તેમને ઘીથી સ્નાન કરાવો. જો કે, એવું પણ માનવામાં આવે છે કે પહેલા તેમને કાકડીઓ વચ્ચે રાખો અને પછી 12 વાગે તેમને આ સામગ્રીઓથી સ્નાન કરો, જેને પંચામૃત સ્નાન કહેવામાં આવે છે.