Ganesh Chaturthi 2024: ભગવાન ગણેશને સમર્પિત ગણેશ ચતુર્થી પર્વનું વિશેષ મહત્વ છે. ગણેશોત્સવ મહત્વના તહેવારમાંથી એક છે. 10 દિવસ ચાલતા આ તહેવારની ઉજવણી મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના દરેક રાજ્યમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ગણેશ ઉત્સવ 17 સપ્ટેમ્બર સુધી ઉજવાશે. ગણેશ ચતુર્થીના તહેવારને હવે ગણતરીના દિવસોની જ વાર છે. ત્યારે આજે તમને ભારતમાં આવેલા 3 એવા ગણપતિ મંદિર વિશે જણાવીએ જે ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રખ્યાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 208 દિવસ સુધી આ 3 રાશિવાળા પર શનિદેવની કૃપા રહેશે, રાજયોગના કારણે દરેક કાર્ય થશે સફળ


ભારતના ત્રણ અલગ અલગ રાજ્યમાં આવેલા આ ત્રણ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. આ મંદિર વિશે માન્યતા છે કે અહીં દર્શન કરીને પૂજા કરનાર કોઈ પણ ભક્ત ખાલી હાથે પરત ફરતા નથી. એટલે કે આ મંદિરમાં દર્શન કરનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. ભારતના આ ત્રણ મંદિરો દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહીં દર્શન કરનાર ભક્તોની મનોકામના ગણપતિબાપા તુરંત પૂરી કરે છે. 


આ પણ વાંચો: ગણેશજીને પ્રિય છે આ 3 રાશિઓ, આ ગણેશ ચતુર્થી પર થશે વિશેષ કૃપા, ધનમાં થશે વધારો


સિદ્ધિવિનાયક મંદિર 


મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. ગણપતિજીનું આ મંદિર સૌથી પ્રસિદ્ધ છે. ગણપતિજીનું આ પ્રાચીન મંદિર એટલા માટે પણ પ્રખ્યાત છે કે જે પણ વ્યક્તિ અહીં સાચા મનથી દર્શન કરવા આવે છે તેની મનોકામના ગણપતિ બાપા પૂરી કરે છે. આ મંદિર ખાતે સામાન્ય લોકો જ નહીં પરંતુ દેશની પ્રખ્યાત હસ્તીઓ પણ નક મસ્તક થવા આવે છે. માન્યતા છે કે અહીં દર્શન કરનાર ભક્તને ગણપતિ બાપાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 


આ પણ વાંચો: 6 સપ્ટેમ્બરથી 3 રાશિઓ માટે શુભ સમય શરૂ, મંગળના આદ્રામાં નક્ષત્રમાં પ્રવેશથી થશે લાભ


ખજરાના ગણેશ મંદિર 


મધ્યપ્રદેશના ઈન્દોરમાં ખજરાના ગણેશ મંદિર આવેલું છે. આ મંદિર હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આખું વર્ષ અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. ગણેશ ઉત્સવ દરમિયાન અહીં ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન લાખો ભક્તો દેશ વિદેશથી અહીં દર્શન કરવા આવે છે. આ ગણેશ મંદિરમાં દર્શન કરનાર ભક્તની પણ બધી જ મનોકામના પૂર્ણ થાય છે. 


આ પણ વાંચો: થાળીમાં 3 રોટલી લઈ જમવું અશુભ, જો કોઈ વ્યક્તિ આ કામ કરે તો શું થાય તેની સાથે ? જાણો


મોતી ડુંગરી મંદિર 


રાજસ્થાનના જયપુરમાં ગણપતિજીને સમર્પિત આ મંદિર આવેલું છે. મોતી ડુંગરી મંદિર દેશનું સૌથી સુંદર અને પ્રાચીન ગણેશ મંદિર છે. આ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ મંદિર વિશે માન્યતા છે કે જે ભક્ત અહીં આવીને ગણપતિજીના દર્શન કરી ગણેશજીને તેમની પ્રિય વસ્તુનો ભોગ ધરાવે છે તેની બધી જ ઈચ્છા પૂરી થઈ જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)