Famous Hanuman Temple: હિન્દુ ધર્મ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી જીવનના આ તમામ પ્રકારના કષ્ટથી મુક્તિ મળી જાય છે. હનુમાનજીની આરાધના કરવાથી કારકિર્દી અને વેપારમાં સફળતા પણ મળે છે અને જીવનના સંકટનો નાશ થઈ જાય છે. આ સાથે જ હનુમાનજીની આરાધના કરવાથી અશુભ ગ્રહોના કષ્ટથી પણ છુટકારો મળી જાય છે. હનુમાનજીના ભક્તો શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા અવશ્ય જાય છે. આજે તમને હનુમાનજીના ત્રણ પ્રસિદ્ધ મંદિર વિશે જણાવીએ જ્યાં દર્શન કરવા માત્રથી જ ભક્તોના દુઃખનો નાશ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:7 જાન્યુઆરીથી પલટી મારશે મિથુન સહિત આ 3 રાશિઓનું ભાગ્ય, જીવનમાં વધશે સુખ, સમૃદ્ધિ


મહાવીર મંદિર, પટના


બિહારની રાજધાની પટનાના રેલ્વે જંકશન પાસે જ મહાવીર મંદિર છે જે દેશના પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં આવે છે. માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ 18 મી શતાબ્દીમાં થયું હતું. આ મંદિરમાં હનુમાનજીની બે પ્રતિમા સ્થાપિત છે. શનિવાર અને મંગળવારના દિવસે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તોની માન્યતા છે કે અહીં તેમની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. તેમના જીવનમાં જે પણ કષ્ટ હોય તે મહાવીર હનુમાન દૂર કરી દે છે.


આ પણ વાંચો: મીઠાના પાણીના પોતા કરવા ઉપરાંત મીઠાના આ પ્રયોગ પણ છે ચમત્કારી, ઘરમાં વધશે ધન-ધાન્ય


મહેંદીપુર બાલાજી, રાજસ્થાન


દેશના પ્રસિદ્ધ હનુમાન મંદિરોમાંથી આ એક મંદિર પણ છે. આ મંદિર રાજસ્થાનના સિકરાઈમાં આવેલું છે. સ્થાનિકો અનુસાર મહેંદીપુર બાલાજીમાં પ્રેતરાજ અને ભૈરવ મહારાજનું પણ નિવાસસ્થાન છે. માન્યતા છે કે 1000 વર્ષ પહેલા અહીં ત્રણ દેવ એકસાથે આ સ્થાન પર પ્રગટ થયા હતા. ત્યારથી બાલાજી હનુમાન સાથે અહીં આ દેવોની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા પહોંચે છે.


આ પણ વાંચો: Vastu Tips: રસોડાના આ 4 મસાલા ઘરમાં વધારશે બરકત, એકવાર અજમાવી જુઓ આ એકદમ સરળ ઉપાય


સાલાસર બાલાજી,  ચૂરુ


દેશના સૌથી પ્રસિદ્ધ ત્રણ હનુમાન મંદિરમાં સાલાસર બાલાજી મંદિર પણ આવે છે. અહીં સ્થાપિત હનુમાનજીની પ્રતિમા દાઢી મુછવાળી છે. અહીં દેશ-વિદેશથી ભક્તો દર્શન કરવા આવે છે. ભક્તોનું કહેવું છે કે અહીં દર્શન કરવાની માનતા રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. મનોકામના પૂરી થાય પછી લોકો અહીં આવી નાળિયેર બાંધે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)