નવી દિલ્હીઃ 3 Rajyogas on Shani Jayanti: રાજયોગોને વૈદિક જ્યોતિષમાં અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે તે સુખ, સમૃદ્ધિ અને સફળતા અપાવે છે. આ વર્ષે શનિ જયંતિ પર એક સાથે ત્રણ રાજયોગનો શુભ સંયોગ બની રહ્યો છે. શનિ જયંતિના દિવસે બનનાર રાજયોગનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આ વર્ષે શનિ જયંતિ 19 મે એટલે કે આવતીકાલે શુક્રવારે છે. આ દિવસે લોકો કર્મફળદાતા શનિદેવની પૂજા-અર્ચના કરે છે. શનિ જયંતી પર ગજકેસરી રાજયોગ, શશ યોગ અને શોભન યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જાણો કઈ ત્રણ રાશિઓ છે જેના પર શનિ જયંતીના દિવસે શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મિથુન રાશિઃ મિથુન રાશિના લોકોએ ધનવાન બનવા માટે તૈયાર રહેવું જોઈએ. આ રાશિના જાતકો માટે શનિદેવ શનિ જયંતી પર ધનનો ખજાનો લઈને આવી રહ્યાં છે, કારણ કે આવકમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ સારી થશે. આ રીતે ધનથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન કે પગાર વધારાનો યોગ બની રહ્યો છે. 


આ પણ વાંચોઃ 100 સમસ્યાઓનું એક સમાધાન છે આ નાનકડો છોડ, હિંદુ ધર્મમાં આ છોડનું અનોખું છે મહત્વ


2. સિંહ રાશિઃ સિંગ રાશિના જાતકો પર શનિ જંયંતી પર ત્રણ રાજયોગ અને સ્વયં શનિ દેવ કૃપા કરશે. તમને ચારેતરફ સફળતા મળશે અને અનુકૂળ સમયનો આનંદ લેશો. જો તમે કોઈ જગ્યાએથી ખુશખબરની રાહ જોઈ રહ્યાં છો તો આ તમારા માટે યોગ્ય સમય છે. આર્થિક રૂપથી તમે સ્થિત રહેશો અને ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે. જો તમે વિદેશ યાત્રાની યોજના બનાવી રહ્યાં છો તો આ દરમિયાન તમારૂ સપનું પૂરુ થઈ શકે છે. 


3. કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકો પર ભલે શનિની સાડાસાતી ચાલી રહી હોય પરંતુ શનિ જયંતી આ રાશિના જાતકો માટે વરદાન સાબિત થશે. આ એટલા માટે કારણ કે શનિ કુંભ રાશિનો સ્વામી છે. જો તમે મહેનત કરી રહ્યાં છો તો તમારા પ્રોફેશનલ જીવનમાં પરિણામ મળવાનું શરૂ થઈ જશે. તો કુંભ રાશિના વેપારીઓને પણ નફો થશે. કુલ મળીને કુંભ રાશિના જાતકો માટે સમય અનુકૂળ રહેશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલાં તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube