Shani Sade Sati 2025: જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ માનવામાં આવે છે. શનિ અઢી વર્ષ એક રાશિમાં રહે છે. શનિની સરખામણીમાં અન્ય ગ્રહ ઝડપથી રાશિ બદલે છે. શનિદેવ વર્ષ 2025 માં 29 માર્ચે પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે તો કેટલીક રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ શરૂ થશે. કારણ કે વર્ષ 2025 માં કેટલીક રાશિઓ પર સાડાસાતી અને ઢૈયા શરૂ થશે અને કેટલીક રાશિના લોકોની પનોતી પૂરી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: તાંબાના લોટામાં આ સફેદ વસ્તુ ઉમેરી તુલસીમાં અર્પણ કરી દો, થઈ શકો છો માલામાલ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ હાલ કુંભ રાશિમાં છે. જેના કારણે કુંભ મકર અને મીન રાશિ પર સાડાસાતી ચાલી રહી છે. શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મકર રાશિની સાડાસતી પૂરી થઈ જશે. સાથે જ તેમના જીવનની સમસ્યાઓ પણ પૂરી થશે. મકર રાશિના લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થવા લાગશે. 


આ પણ વાંચો: બસ 2 દિવસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે


આ રાશિઓ પર ભારે પડશે શનિ 


શનિના ગોચરથી મકર રાશિના લોકોને સાડાસાતીથી મુક્તિ મળશે તેની સામે મેષ રાશિના લોકોના ખરાબ દિવસો શરૂ થશે. શનિની સાડાસાતી મકર રાશિમાંથી ઉતરી મેષ રાશિ પર આવશે. આ સાથે જ વૃશ્ચિક રાશિના લોકો પણ ઢૈયાથી મુક્ત થશે અને ધન રાશિના લોકો પર ઢૈયા શરૂ થશે. તેથી આ રાશિના લોકોએ સમસ્યાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. 


આ પણ વાંચો: Kharmas: ધનારક કમુરતામાં ભુલથી પણ આ 6 ભુલ ન કરવી, માનવામાં આવે છે અત્યંત અશુભ


આવતા વર્ષે શનિના ગોચરથી કર્ક રાશિના લોકો પરથી પણ શનિનો પ્રભાવ ઘટી જશે. પરંતુ સિંહ રાશિના લોકો શનિની ચપેટમાં આવશે. આ રીતે મેષ, ધન અને સિંહ રાશિ માટે વર્ષ 2025 સમસ્યાઓ સાથે આવી શકે છે. આ સમયમાં આર્થિક તંગી, અકસ્માત, બીમારી, નોકરી પર સંકટ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 


સાડાસાતી અને ઢૈયાના ઉપાય 


આ પણ વાંચો: 28 ડિસેમ્બરથી સર્જાશે શુક્ર-શનિની મહાયુતિ, 4 રાશિવાળા દિવસ રાત કરશે પ્રગતિ


ધાર્મિક વિદ્વાનોનું કહેવું છે કે શનિની સાડાસાતી અને ઢૈયા ચાલતી હોય તો તેનો પ્રભાવ ખતમ નથી કરી શકાતો. પરંતુ કેટલાક વિશેષ ઉપાય કરીને તેની અસરને ઓછી કરી શકાય છે. જેમકે શનિવારે સવારે જલ્દી સ્નાન કરીને શનિ મંદિરમાં જઈને પૂજા કરવી. શનિવારે પીપળાના ઝાડમાં પાણી અર્પણ કરવું અને દીવો કરવો. શનિવારના દિવસે કાળા કૂતરાને અને કાગડાને રોટલી ખવડાવવી. શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસાનો જાપ કરવો. સાથે જ ગરીબોને ક્ષમતા અનુસાર દાન કરવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)