Horoscope 2024: ન્યાયના દેવતા શનિ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. આ દરમિયાન શનિ નિશ્ચિત સમય પર પોતાની ચાલ બદલે છે. શનિ ગોચરની દ્રષ્ટિએ વર્ષ 2024 વિશેષ રહેવાનું છે. વર્ષ 2024 માં શનિ 30 જૂને વક્રી થશે અને 15 નવેમ્બર સુધી વક્રી રહેશે. 5 મહિના સુધી શનિ વક્રી રહેશે જેના કારણે ત્રણ રાશિના લોકોને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડશે. આ ત્રણ રાશિઓ એ છે જેના પર શનિની સાડાસાતી અને ઢૈયાની ચાલી રહી છે. તેમાં પણ કુંભ રાશિ માટે શનિની સાડાસાતીનું બીજું ચરણ સૌથી વધારે કષ્ટદાઈ રહેશે. તો ચાલો તમને જણાવીએ વર્ષ 2024 માં શનિ કઈ રાશિના લોકોને સૌથી વધારે કષ્ટ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 4 થી 10 ડિસેમ્બર સુધીમાં કયો દિવસ તમારા માટે અતિશુભ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ


વર્ષ 2024 માં શનિની ઠૈયા


શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરે છે તેના કારણે વૃશ્ચિક અને કર્ક રાશિના લોકો પર ઢૈયા ચાલે છે. ઢૈયાની અસર અઢી વર્ષ સુધી રહે છે વર્ષ 2024 માં જ્યારે શનિ વક્રી થશે ત્યારે આ રાશિના જાતકોને સૌથી વધુ કષ્ટ સહન કરવા પડશે. આ રાશિના જાતકોની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. સાથે જ માતાના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થઈ શકે છે. આ સમય દરમિયાન માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આ સમયે એવો હશે જ્યારે ભાગ્ય કોઈપણ કામમાં તમને સાથ નહીં આપે. આ સમય દરમિયાન પગ સંબંધિત સમસ્યા પણ સહન કરવી પડી શકે છે. આ સમય ધનહાનિ પણ કરાવી શકે છે અથવા તો ધનની આવકમાં ઘટાડો થઈ શકે છે.


આ પણ વાંચો: જાણો ક્યારે છે કાલભૈરવ જયંતિ, શત્રુ બાધા દુર કરવા આ દિવસે કરો 5 લીંબુનો આ ઉપાય


સાડાસાતીના કષ્ટ


કર્મ ફળના દાતા શનિ કુંભ રાશિમાં વક્રી થશે જેના કારણે કુંભ સહિત અન્ય બે રાશિ પર સાડાસાતીનો ખરાબ પ્રભાવ પડશે. કુંભ રાશિ માટે શનિની સાડાસાતીનું બીજું ચરણ ચાલી રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાતાસાતીના ત્રણ ચરણમાંથી બીજું ચરણ સૌથી વધારે કષ્ટદાયી હોય છે. તેથી વર્ષ 2024 માં જ્યારે શનિ વક્રી થશે તો તે 5 મહિનાનો સમય કુંભ રાશિના લોકોએ વિશેષ સતર્કતા રાખવી પડશે. આ સમય દરમિયાન તેમના ખર્ચ વધી જશે અને નોકરી તેમજ વેપારમાં પણ સમસ્યાઓ આવી શકે છે. આ સમય દરમિયાન તમે બચત કરવામાં સફળ નહીં રહો, માનસિક ચિંતાઓ પણ વધશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)