ઘરના મંદિરમાં કરવા જ જોઈએ આ 4 ચિહ્ન, સુખ-સમૃદ્ધિ રહેશે ઘર પરિવારમાં
Vastu Tips: એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં કેટલાક શુભ ચિન્હ બનાવવા જોઈએ. તેને બનાવવાથી ઘરના સભ્યોની પ્રગતિ થાય છે અને સુખ સમૃદ્ધિ ઘરમાં જળવાઈ રહે છે.
Vastu Tips: ઘરમાં સૌથી પવિત્ર જગ્યા પૂજાસ્થાન એટલે કે મંદિર હોય છે. ઘરના મંદિરના કારણે જ ઘરમાં સકારાત્મકતા જળવાય છે અને માતા લક્ષ્મીનો વાસ પણ ઘરમાં થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં કેટલાક શુભ ચિન્હ બનાવવા જોઈએ. તેને બનાવવાથી ઘરના સભ્યોની પ્રગતિ થાય છે અને સુખ સમૃદ્ધિ ઘરમાં જળવાઈ રહે છે. તો ચાલો જાણીએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ હોવી જરૂરી છે
ઘરના મંદિરમાં હોવો જોઈએ ૐ
ઘરના મંદિરમાં ચંદન થી ૐ શબ્દ લખવો શુભ ગણાય છે. આ ચિન્હ મંદિરમાં બનાવવાથી ઘરમાં શુભ વાતાવરણ રહે છે. સાથે જ પૂજા કરતી વખતે તેનો જાપ પણ કરવો જોઈએ.
આ પણ વાંચો:
સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વસ્તુઓ ન કરવી કોઈ સાથે શેર... કરવાથી ખરાબ થાય છે દાંપત્યજીવન
અચૂક છે ધનપ્રાપ્તિ માટેના કોડીના આ ટોટકા, શુક્રવારે કરવાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન
તુલસીના છોડ પાસે ભુલથી પણ ન રાખતા આ 5 વસ્તુ, ઘરમાં વધે છે દરિદ્રતા
કંકુથી લખો શ્રી
ઘરના મંદિરમાં શ્રી શબ્દ પણ લખવો જ જોઈએ. શ્રી એટલે માતા લક્ષ્મી શ્રી શબ્દ લખવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. આ સિવાય ઘરના મુખ્ય દરવાજા પર અને તિજોરીમાં પણ શ્રી લખવાથી સુખ સમૃદ્ધિ વધે છે. ઘરના મંદિરમાં શ્રી ચિન્હ બનાવવાથી આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે.
સિંદૂરથી બનાવો કળશ
ઘરના મંદિરમાં કળશનું ચિન્હ પણ બનાવવું જોઈએ તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. કળશ નું ચિન્હ સિંદૂરથી બનાવવું જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મકતા વધે છે. ઘરના મંદિરમાં કળશનું ચિન્હ અખંડ સૌભાગ્ય આપે છે.
ચંદનથી બનાવો કમળ
મંદિરમાં કેસર અથવા ચંદન થી પદ્મ એટલે કે કમળનું નિશાન પણ બનાવવું જોઈએ તેનાથી ઘરમાં ભગવાન કુબેરની કૃપા વરસતી રહે છે. મંદિરમાં કમળનું નિશાન હોય તે પરિવારમાં ખુશાલી બરકરાગ રહે છે. સાથે જ માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.