Mangal Gochar 2024: જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. મંગળ જમીન, લગ્ન, હિંમત અને બહાદુરીનો કારક ગ્રહ છે. કુંડળીમાં મંગળની સ્થિતિ લગ્ન માટે વિશેષ માનવામાં આવે છે. તેમજ મંગળનું રાશિ પરિવર્તન પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. હાલમાં મંગળ ધન રાશિમાં છે અને 5 ફેબ્રુઆરી 2024ના રોજ મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે. 5 ફેબ્રુઆરી અને સોમવારે રાત્રે 9.56 કલાકે મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનની શુભ અસર 5 રાશિના લોકો પર પડશે. આ લોકોને નવી નોકરી, ઉચ્ચ પદ, પૈસા અને પ્રતિષ્ઠા મળશે. આ સમય દરમિયાન નોકરી કરતાં લોકોની કારર્કિદી સાતમા આસમાને હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળના રાશિ પરિવર્તનની શુભ અસર


આ પણ વાંચો: 30 વર્ષ પછી કુંભ રાશિમાં સર્જાશે સૂર્ય-શનિની ભયંકર યુતિ, 3 રાશિઓ માટે સૌથી ખરાબ સમય


વૃષભ રાશિ


મંગળનું ગોચર વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ સકારાત્મક રહેશે. આ લોકોને તેમની કારર્કિદીમાં મોટી સફળતા મળી શકે છે. તેઓ નવી નોકરી મેળવી શકે છે અથવા ચાલુ નોકરીમાં ઉચ્ચ પદ અને ઇચ્છિત પગાર મેળવી શકે છે. આ સમય વ્યાવસાયિક જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવું.


તુલા રાશિ 
 
તુલા રાશિના જાતકો માટે મંગળનું ગોચર ખૂબ જ ફાયદાકારક રહેશે. આ લોકોને પ્રગતિની નવી તકો મળશે. તમે દિવસ-રાત બમણી પ્રગતિ કરશો. વેપારમાં લાભ થશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે ઘણી સફળતા પ્રાપ્ત કરશો.


આ પણ વાંચો: સોમવારથી શરુ થતું સપ્તાહ કેવું રહેશે 12 રાશિઓ માટે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ


વૃશ્ચિક રાશિ 


મંગળ ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે આવકમાં વધારો કરી શકે છે. તમને નવી નોકરીની તક મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રોકાણથી લાભ થશે. આ સમય દરમિયાન તમારા વર્તનમાં નમ્ર બનો.


કુંભ રાશિ 


કુંભ રાશિના લોકો માટે મંગળનું ગોચર ઘણું શુભ રહેશે. તમે સખત મહેનત કરશો અને તમને સફળતા મળશે. તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો. તમારા ખર્ચમાં વધારો થશે. તેથી બજેટ બનાવો અને આગળ વધો.


આ પણ વાંચો:અલગ અલગ પ્રકારના હોય છે શિવલિંગ, જાણો કયા શિવલિંગની પૂજા કરવાથી કેવું ફળ મળે?


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)