Guru Gochar: જીવનમાં સુખ-સમૃદ્ધિ કેટલી મળશે તેનો આધાર દેવગુરુ બૃહસ્પતિની સ્થિતિ પર હોય છે. કુંડલીમાં જો ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિ તેના જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે અને સમાજમાં ઊંચું માન સન્માન પ્રાપ્ત કરે છે.. સાથે જ વ્યક્તિને કરિયરમાં પણ સફળતા મળે છે. પરંતુ જો કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે ફક્ત કુંડળીમાં ગુરુની સ્થિતિ જ નહીં પરંતુ જ્યારે દેવગુરુ ગૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર પણ દરેક રાશિના જાતકને થાય છે. વર્ષ 2024 માં પણ ગુરુ રાશિ પરિવર્તન કરશે અને તેનાથી પાંચ રાશિના લોકોને સર્વાધિક લાભ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 1 ડિસેમ્બર: આજે તમે બિઝનેસમાં પ્રગતિથી ખુશ રહેશો, વૈવાહિક જીવન પણ સારું


વર્ષ 2024 માં ગુરુ ગોચર


1 મે 2024 ના રોજ દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 12 જુને ગુરુ રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે. 9 ઓક્ટોબરે ગુરુ વક્રી થશે. ત્યાર પછી 4 ફેબ્રુઆરી 2025 ના રોજ ગુરુ માર્ગી થશે. ત્યાર પછી 14 મે 2025 ના રોજ ગુરુ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં ગોચર કરશે. 


ગુરુના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે લાભ


મેષ રાશિ


દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં બિરાજમાન છે. ગુરુના રાશિ પરિવર્તન દરમિયાન મેષ રાશિના લોકોને લાભ થશે. વૃષભ રાશિમાં પ્રવેશ પછી ગુરુ મેષ રાશિના લોકોના કારોબારમાં અકલ્પનીય વૃદ્ધિ કરાવશે જે લોકો નોકરી કરતા હશે તેમને પ્રમોશન મળી શકે છે.


આ પણ વાંચો: આ દિશા તરફ મોં કરી ન બેસવું જમવા, ઘરમાં વધશે ગરીબી, પાણીની જેમ વહી જશે રુપિયા


વૃષભ રાશિ


દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં ગોચર કરશે. જેના કારણે વૃષભ રાશીના લોકોને વિશેષ લાભ થશે. ગુરુની કૃપાથી વૃષભ રાશી ના જાતકોને કારકિર્દી અને વેપારમાં સફળતા મળશે. આ રાશિના લોકોના જે કામ અત્યાર સુધી અટકતા હતા તે પૂરા થવા લાગશે.


મિથુન રાશિ


મિથુન રાશિના લોકો માટે ગુરુનું રાશિ પરિવર્તન લાભકારી છે. આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. અટકેલું ધન પ્રાપ્ત થશે. બૃહસ્પતિની કૃપાથી મિથુન રાશિના લોકો બમ્પવર્ક માણી કરશે.


આ પણ વાંચો: પોપટલાલની જેમ તમારા લગ્ન પણ ન થઈ રહ્યા હોય તો કરો આ ઉપાય, ઝડપથી વાગશે લગ્નના ઢોલ


કર્ક રાશિ


બૃહસ્પતિ કર્ક રાશિના લોકોને શુભ ફળ આપશે. ગુરુના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકો અઢળક લાભ પ્રાપ્ત કરશે. આ સમય દરમિયાન કર્ક રાશિના લોકોને નોકરીમાં પદો નથી મળી શકે છે. વેપારમાં પણ નફો થશે રોકાણ કે લોટરીથી મોટો ફાયદો થશે.


સિંહ રાશિ


ગુરુના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના જાતકોને પણ લાભ થશે. આ રાશિના જાતકોને દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે. આ રાશિના લોકોના બધા જ કામ સુધારવા લાગશે. ભાગ્યનો સાથ મળશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સહયોગ આપશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)