Vastu Tips: આ દિશા તરફ મોં કરી ક્યારેય ન બેસવું જમવા, ઘરમાં વધશે ગરીબી, પાણીની જેમ વહી જશે રુપિયા

Vastu Tips: આ દિશા તરફ મુખ રાખીને જમવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. સાથે જ વ્યક્તિને આર્થિક સમસ્યાઓ ઘેરી વડે છે અને નાની ઉંમરમાં જ કરજમાં વ્યક્તિ ડૂબી જાય છે. 

Vastu Tips: આ દિશા તરફ મોં કરી ક્યારેય ન બેસવું જમવા, ઘરમાં વધશે ગરીબી, પાણીની જેમ વહી જશે રુપિયા

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દિશા સંબંધિત ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ દિશા તરફ બેસીને કયું કામ કરવાથી લાભ થાય છે અને કયું કામ કરવાથી નુકસાન થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ વાસ્તુશાસ્ત્રના જ કેટલાક નિયમોનું જે વ્યક્તિ પાલન કરે છે તે તેના જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત કરે છે. તેનાથી વિપરીત જો કેટલાક મહત્વના નિયમોનું ઘરમાં પાલન ન થતું હોય તો વ્યક્તિને આર્થિક સહિતની ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. 

આમ તો વાસ્તુશાસ્ત્રમાં અનેક નિયમો જણાવવામાં આવ્યા છે પરંતુ ખાસ અને મહત્વનો નિયમ વાસ્તુશાસ્ત્રમાં ભોજન સંબંધિત દર્શાવવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં ભોજન કરવાની લઈને યોગ્ય દિશાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે તમને પણ જણાવીએ કે કઈ દિશા તરફ મોં રાખીને વ્યક્તિએ ભોજન કરવું જોઈએ. આ નિયમ ખૂબ મહત્વનો છે કારણ કે જો આ નિયમનું ઘરમાં પાલન ન થતું હોય તો પણ ઘરમાં દરીદ્રતા વધે છે. સાથે જ વ્યક્તિની પ્રગતિ પણ અટકી જાય છે.

કઈ દિશા તરફ ન રાખવું મુખ

જો ભોજન કરતી વખતે તમારું મુખ દક્ષિણ દિશા તરફ રહેતું હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ખૂબ જ ખોટી રીત છે. ભોજન કરવાની આ રીત તુરંત જ બદલવી જોઈએ. જમતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ રાખવું ખૂબ જ અશુભ ગણાય છે. આ દિશા તરફ મુખ રાખીને જમવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. સાથે જ વ્યક્તિને આર્થિક સમસ્યાઓ ઘેરી વડે છે અને નાની ઉંમરમાં જ કરજમાં વ્યક્તિ ડૂબી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશા યમની દિશા છે તેથી આ દિશા તરફ મુખ કરીને જમવું જોઈએ નહીં. 

ભોજન કરવાની યોગ્ય રીત

વાસ્તુશાસ્ત્રમાં ભોજન કરવાની યોગ્ય રીત વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે અનુસાર વ્યક્તિએ ક્યારેય પગમાં જૂતા, ચપ્પલ પહેરીને ભોજન કરવું જોઈએ નહીં. આ સિવાય પલંગ પર બેસીને પણ ભોજન કરવાની મનાઈ કરવામાં આવી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કરવાની સૌથી યોગ્ય રીત છે જમીન પર આસન પાથરીને બેસવું અને ભોજન કરવું. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news