Shanivar ke Upay: વર્ષ 2024 ના પહેલા શનિવારે એટલે કે 6 જાન્યુઆરીએ સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. શનિવાર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ ખૂબ જ શુભ ગણાય છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી શનિદેવની શુભ દ્રષ્ટિ વ્યક્તિ પર રહે છે અને તેને પનોતી તેમજ સાડાસાતીના કષ્ટથી મુક્તિ મળે છે. સાથે જ આ દિવસે કરેલા ધન લાભ માટેના ઉપાય પણ તુરંત ફળ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે શનિવારના દિવસે કેટલાક ઉપાય અને ટોટકા કરવાથી વ્યક્તિના જીવનની શનિ પીડા દૂર થઈ શકે છે. આ ઉપાય કરનાર પર શનિદેવના આશીર્વાદ રહે છે. તો ચાલો આજે તમને જણાવીએ શનિવારે કયા કયા ઉપાય કરવાથી લાભ થાય છે. 


શનિવારના ચમત્કારી ઉપાય


આ પણ વાંચો: Makar Sankranti 2024: આ વસ્તુઓના દાન વિના મકર સંક્રાંતિ રહે છે અધુરી


1. શનિવારે શનિદેવની પૂજા અર્ચના કરી કાળા કૂતરાને અને કાળી ગાયને રોટલી ખવડાવો તેમજ કાગડાને દાણા નાખો. આ ઉપાય કરવાથી જીવનમાં આવેલી બધી જ અડચણ દૂર થવા લાગે છે.


2. શનિવારે સંધ્યા કાળે શનિ મંદિરમાં જઈને શ્રદ્ધાપૂર્વક 11 વખત શનિ સ્ત્રોતનો પાઠ કરો. અથવા તો શિવ મંદિરમાં લોઢાનું ત્રિશુલ દાન કરો. આમ કરવાથી ભાગ્યનો સાથ મળે છે અને સાડાસાતીની સમસ્યાઓ દૂર થાય છે.


આ પણ વાંચો: Astro Tips: સંતાન સુખથી છો વંચિત? અજમાવો સંતાન પ્રાપ્તિના શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયો


3. શનિવારની સાંજે પીપળાના ઝાડ નીચે ચાર વાટનો દીવો કરો. સાથે જ અડદની દાળની ખીચડી બનાવી શનિ મંદિરમાં લઈ જઈ શનિદેવને તેનો ભોગ ધરાવો અને પછી આ ખીચડી ભૂખ્યાઓને ખવડાવી દો. આ ઉપાય કરવાથી નોકરી અને વેપારમાં સફળતા મળે છે.


4. જો તમારા કાર્યોમાં વારંવાર બાધા આવતી હોય તો શનિવારે કાળા કૂતરાને સરસવનું તેલ લગાડેલી રોટલી ખવડાવો આમ કરવાથી તમારા કાર્યમાં આવતી બાધા દૂર થશે.


આ પણ વાંચો: ગુરુની રાશિમાં બુધ ગ્રહ કરશે પ્રવેશ, મિથુન સહિત આ 5 રાશિના લોકોને બુધ માલામાલ કરશે


5. શનિદોષ દૂર કરવા માટે શનિવારે હનુમાનજીની પૂજા કરો અને સુંદરકાંડનો પાઠ કરો. આમ કરવાથી જીવનમાં આવેલી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 


6. શનિવારના દિવસે શનિ મંદિરમાં સરસવના તેલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય તમે છાયા દાન પણ કરી શકો છો તેના માટે લોઢાના એક વાસણમાં સરસવનું તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોઈને તે પાત્રની તેલ સહિત શનિ મંદિરમાં રાખી દો.


આ પણ વાંચો: Surya Gochar 2024: 15 જાન્યુઆરીએ વર્ષ 2024નું પહેલું સૂર્ય ગોચર, 3 રાશિ માટે અતિશુભ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)