Makar Sankranti 2024: આ વસ્તુઓના દાન વિના મકર સંક્રાંતિ રહે છે અધુરી, શનિ અને સૂર્ય દોષથી મળશે મુક્તિ

Makar Sankranti 2024: મકરસંક્રાંતિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, સૂર્યની જળ અર્પણ કરવું, ખીચડી ખાવી, તલ અને ગોળ ખાવા જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓની સાથે મકરસંક્રાંતિ પર કેટલીક વસ્તુઓનું દાન કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. 

જરૂરિયાતમંદ વ્યક્તિને દાન

1/6
image

મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન, પૂજા-પાઠ અને અન્ય પુણ્યોનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. દાન કર્યા વિના મકરસંક્રાંતિ અધૂરી રહે છે. 

ઉત્તરાયણ

2/6
image

ગ્રહોના રાજા સૂર્ય આ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ હોય છે તેથી આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. 

તલ અને ગોળનું દાન

3/6
image

મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળ ખાવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે તેનું દાન કરવું. કાળા તલનો સંબંધ શનિ સાથે છે અને ગોળનો સંબંધ સૂર્ય સાથે છે. સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ દિવસે તલ અને ગોળ બંનેનું દાન કરવું જોઈએ જેથી સૂર્ય અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય.

અડદની ખીચડીનું દાન

4/6
image

આ જ રીતે મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાનું પણ મહત્વ છે. ખાસ કરીને કાળા અડદની દાળની ખીચડી જે ઘી, હળદર અને લીલા શાકભાજી સાથે બની હોય. ખીચડીનું દાન કરવાથી સૂર્ય, ગુરુ, શનિ બુધ ગ્રહનું શુભ ફળ મળે છે. 

શનિ સંબંધિત દાન

5/6
image

મકરસંક્રાંતિના દિવસે ગરમ કપડાનું દાન કરવું પણ શુભ ગણાય છે. આ દિવસે કાળા અડદ, જુતા ચપ્પલ, ધન વગેરેનું દાન કરવું પણ લાભ કરે છે.

6/6
image