Tripushkar Yoga 2023: આ વખતે ફાગણ મહિનામાં સૂર્ય પૂજાનો એક શુભ યોગ કેટલાક વર્ષો પછી બની રહ્યો છે... આ શુભ યોગમાં સુર્યની પૂજા સુખ-સમૃદ્ધી  આપેછે... ત્યારે આવો જાણીએ ક્યો શુભ યોગ ફાગણ મહિનામાં ક્યારે બને છે.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે બનશે સૂર્ય પૂજાનો શુભ યોગ


જ્યોતિષોના જણાવ્યા અનુસાર આ વખતે 26 ફેબ્રુઆરીને રવિવારે ફાગણ માસને શુક્લ પક્ષની સાતમની તિથી છે... રવિવારે સાતમની તિથી હોવાના કારણે ભાનુ સપ્તમી કહેવામાં આવે છે... સપ્તમી તિથિના સ્વામી સૂર્યદેવ છે અને રવિવાર પણ સૂર્ય ઉપાસના માટે શુભ માનવામાં આવે છે. જ્યારે પણ રવિવારે સપ્તમી તિથિનો સંયોગ આવે છે ત્યારે તેને ભાનુ સપ્તમી કહેવામાં આવે છે, આ વખતે આ સંયોગ 26 ફેબ્રુઆરીએ બની રહ્યો છે...


આટલા વર્ષો પછી ફાગણ મહિનામાં આ શુભ યોગ રચાયો હતો


આમ તો વર્ષમાં 2થી 3 વખત ભાનુ સપ્તમીનો યોગ બનેછે.. પરંતુ આ યોગ 13 વર્ષ પછી ફાગણ મહિનામાં બને છે... અગાઉ ફાગણ મહિનામાં ભાનુ સપ્તમી 21 ફેબ્રુઆરી 2010ના રોજ બની હતી અને હવે આવો સંયોગ 14 વર્ષ પછી એટલે કે 22 ફેબ્રુઆરી 2037ના રોજ બનશે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ફાગણ મહિનામાં ભાનુ સપ્તમીના શુભ સંયોગમાં કરવામાં આવતી સૂર્ય ઉપાસના દરેક રીતે સુખ-સમૃદ્ધિ આપનારી માનવામાં આવે છે.


આ પણ વાંચો:
આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી માટે થઈ જાઓ તૈયાર, 5 દિવસમાં આટલે સુધી પહોંચી જશે તાપમાન
ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓ આ અદ્ભૂત ખગોળીય ઘટનાના સાક્ષી, VIDEO જોવાનું ચુકતા નહીં..
T20 WC: ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ભારતી મહિલા ટીમ, તૂટ્યું કરોડો ફેન્સનું સપનું


આ દિવસે શુભ યોગ બનશે


26 ફેબ્રુઆરીએ ભાનુ સપ્તમીના દિવસે ઈન્દ્ર નામનો શુભ યોગ સવારે સૂર્યોદયથી સાંજના 4:26 સુધી રહેશે. આ સિવાય ત્રિપુષ્કર નામનો બીજો શુભ યોગ પણ આ દિવસે તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી બનશે. ત્રિપુષ્કર યોગમાં કરવામાં આવેલી પૂજા ત્રણ ગણું ફળ આપે છે, એવું જ્યોતિષમાં લખ્યું છે. આ દિવસે ગુરૂ પોતાની રાશિમાં રહેશે અને શુક્ર પોતાના ઉચ્ચ રાશિમાં હશે, જેના કારણે આ ભાનુ સપ્તમીનું મહત્વ વધુ વધી ગયું છે.


આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે...


ભાનુ સપ્તમી પર સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને આ દરમિયાન સૂર્ય ભગવાનને જળ ચઢાવો. સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદોને ભોજન, કપડાં, વાસણો વગેરેનું દાન કરો. જો તમે એટલું પણ કરી શકતા નથી, તો તમે તમારી ઈચ્છા અનુસાર કોઈપણ બ્રાહ્મણને દાન અને દક્ષિણા પણ આપી શકો છો. જે લોકોની કુંડળીમાં સૂર્ય અશુભ સ્થાનમાં છે, તેમણે આ દિવસે આ ઉપાય અવશ્ય કરવો.


( ડિસ્કલેમર - આ લેખમાં જે પણ માહિતી આપવામાં આવી છે તે જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ પર આધારિત છે. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે માત્ર એક માધ્યમ છીએ. વપરાશકર્તાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ માહિતીને માત્ર માહિતી તરીકે જ ધ્યાનમાં લે.)


આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભામાં પેપરલીક સામેનું બિલ પાસ, આ છે નિયમો અને દંડની જોગવાઈ
સરકારે ન કરી મદદ તો આ ગુજરાતીએ એકલા જ પાણી માટે 40 ફૂટ ઉંડો કૂવો ખોદી કાઢ્યો
'ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે...મને કાંઈ જ વાંધો નથી, પણ મને..' કરૂણ સુસાઈટ નોટ લખીને..'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube