T20 WC: ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ભારતીય મહિલા ટીમ, તૂટ્યું કરોડો ફેન્સનું સપનું
India vs Australia Highlights: ભારતીય ટીમને મહિલા T20 વર્લ્ડ કપ (Women's T20 World Cup) ની સેમિફાઇનલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂલેન્ડ્સ, કેપટાઉન ખાતે રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 5 રનથી જીત નોંધાવી અને ફાઇનલમાં શાનદાર રીતે પ્રવેશ કર્યો. આ એક હારથી કરોડો ભારતીય ચાહકોના દિલ પણ તૂટી ગયા.
Trending Photos
Women's T20 World Cup, IND vs AUS Highlights : ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમની સફર ગુરુવારે પૂરી થઈ ગઇ. આ ICC ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ તેને 5 રને પરાજય આપ્યો હતો. કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. ત્યારબાદ હરમનપ્રીત કૌરની અડધી સદી છતાં ભારતીય ટીમ 8 વિકેટે 167 રન જ બનાવી શકી હતી. આ એક હાર સાથે કરોડો ભારતીય ચાહકોના દિલ પણ તૂટી ગયા.
હરમનપ્રીતે પાસે હતી આશા
173 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર બેટિંગ કરી હતી. તેણે પ્રશંસકોની આશાઓ જાળવી રાખી અને શાનદાર અડધી સદી ફટકારી. તે ઇનિંગ્સની 15મી ઓવરના ચોથા બોલ પર રનઆઉટ થઇ ગઇ. અહીંથી મેચનો પાસું પલટાઇ ગયું હતું. હરમનપ્રીત કૌરે 34 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. જ્યાં સુધી તે ક્રિઝ પર રહી ત્યાં સુધી ભારતીય પ્રશંસકોની આશાઓ પણ બંધાઈ ગઈ હતી, પરંતુ તેના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાએ જીત તરફ જોરદાર આગેકૂચ કરી હતી.
આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો
આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી
28 રનમાં ભારતની 3 વિકેટ
ભારતીય ટીમની 3 વિકેટ માત્ર 28ના સ્કોર પર પડી હતી. ઓપનર શેફાલી વર્મા 9, સ્મૃતિ મંધાના 2 જ્યારે યાસ્તિકા ભાટિયા 4 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી જેમિમા રોડ્રિગ્ઝ અને કેપ્ટન હરમનપ્રીત કૌરે ચોથી વિકેટ માટે 69 રન જોડ્યા હતા. જેમિમાને ડાર્સી બ્રાઉને પેવેલિયન મોકલી હતી, જેના કારણે ટીમનો સ્કોર 10.2 ઓવરમાં 4 વિકેટે 97 રન હતો. જેમિમાએ 24 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા.
આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ઓપનર બેથ મૂનીએ સૌથી વધુ 54 રન ઉમેર્યા હતા. તેણે 37 બોલમાં 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. કેપ્ટન મેગ લેનિંગે 34 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. એશ્લે ગાર્ડનરે 18 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખા પાંડેએ 2 જ્યારે દીપ્તિ શર્મા અને રાધા યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: આ ફોટા જોઈ મહેતા સાહેબ અને પોપટલાલના ઉડી જશે હોશ: જેઠાલાલ ભૂલી જશે બબીતાને
આ પણ વાંચો: દેશની આ 2 ખાનગી બેંકના ગ્રાહકો સુપર હેપ્પી : પહેલાં કરતાં મળશે વધુ વ્યાજ
આ પણ વાંચો: ATM કાર્ડ ઘરે ભૂલી ગયા અને ખિસ્સામાં રોકડા નથી તો ફોન હશે તો પણ ચાલશે
ભારતની નબળી ફિલ્ડિંગ
ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમની નબળી ફિલ્ડિંગનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ભારતીય બોલિંગનું પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું ન હતું. ભારતીય સુકાની હરમનપ્રીત કૌરે એક દિવસ પહેલા જ ભારે તાવ હોવા છતાં આ નોકઆઉટ મેચમાં રમવાનું નક્કી કર્યું હતું. ભારતની સ્ટાર બોલર રેણુકા સિંહને સ્વિંગ ન મળવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એલિસા હીલી (26 બોલમાં 25 રન) સામાન્ય રીતે મૂની સાથે પ્રથમ દાવની ભાગીદારીમાં ઘણી આક્રમકતા બતાવે છે પરંતુ સેમિ-ફાઇનલમાં આવું બન્યું ન હતું. મૂની અને એલિસાએ 52 રન ઉમેર્યા. જ્યારે મૂની 32 રન હતી ત્યારે શેફાલી વર્માએ લોંગ ઓન પર તેનો કેચ છોડ્યો હતો.
આ પણ વાંચો: નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ
આ પણ વાંચો: શ્રમ મંત્રાલયમાં નોકરી મેળવવા માગો છો તમારા માટે ગોલ્ડન તક, આ લોકો કરી શકે છે અરજી
આ પણ વાંચો: સ્ટેટસ અને રૂપિયા માટે CEO ના દીકરા સાથે મેં કર્યા લગ્ન, કારકિર્દી માટે પ્રેમની બલિ
લેનિંગને પણ મળ્યું જીવનદાન
ટૂર્નામેન્ટમાં ભારતની સૌથી નિરંતર સ્પિનર દીપ્તિ શર્માએ તેના શરૂઆતી સ્પેલમાં ઘણી શોર્ટ બોલિંગ કરી હતી. તેની બીજી ઓવરમાં 12 રન બન્યા જેમાં મૂનીએ લોંગ ઓફ વાઈડ ઓવરમાં જોરદાર સિક્સ ફટકારી. બોલરોની અનિરંતર લાઇન અને લેન્થ ઉપરાંત નબળી ફિલ્ડિંગ અને કેચ છોડવાને કારણે ભારતે ઘણા રન વેડફ્યા. લેનિંગે પોતાની ઇનિંગની શરૂઆતમાં મળેલી લાઇફનો પૂરો ફાયદો ઉઠાવ્યો. રેણુકા કોઈ વિકેટ લઈ શકી ન હતી અને 4 ઓવરમાં તેણે 41 રન લૂંટી લીધા હતા. પૂજા વસ્ત્રાકરની જગ્યાએ રમી રહેલી સ્નેહ રાણા કોઈ વિકેટ લઈ શકી ન હતી, જોકે તેણે તેના બોલથી બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. તેમની પહેલી ઓવરમાં લેનિંગ વિકેટની પાછળ આઉટ થઇ શકતી હતી પરંતુ વિકેટકિપર ઋચા ઘોષે તક ગુમાવી હતી. ઋચાએ લેનિંગના સ્ટપિંગની એક તક પણ ખરાબ કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ અંતિમ 5 ઓવરમાં 59 રન બનાવ્યા.
આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો: LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે