Dhan Labh Totke : હિન્દુ ધર્મમાં નવરાત્રીની વિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તો માતાજીની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. નવરાત્રી દરમિયાન મોટાભાગના લોકો પોતાના ઘરમાં અખંડ જ્યોત ચલાવે છે. અખંડ જ્યોત રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પણ ઘરમાં અખંડ જ્યોત રાખી હોય તો નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે રામ નવમીના દિવસે તમે આ ઉપાય કરીને અખંડ જ્યોતનું સમાપન કરી શકો છો. સાથે જ સુખ સમૃદ્ધિ વધે તેવો ઉપાય પણ કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ અખંડ જ્યોતથી કરવાના ઉપાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


બુધવારે કરો મગનો આ અચૂક ઉપાય, નોકરી-વેપારમાં મળશે સફળતા, બદલી જશે જીવન


કરજથી છુટકારો મેળવવો હોય તો નવરાત્રિ પુરી થાય તે પહેલા કરી લો આ અચૂક ઉપાય


Akshaya Tritiya 2023: અક્ષય તૃતીયા પર કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મી થશે પ્રસન્ન


રામ નવમીના દિવસે કરો આ ઉપાય


મોટાભાગના લોકો નવરાત્રીના પહેલા દિવસે અખંડ જ્યોત પ્રજ્વલિત કરે છે. નવ દિવસ સુધી તેને રાખે છે અને પછી તેનું સમાધાન થાય છે. અખંડ જ્યોત ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા ની કૃપા પ્રાપ્ત થાય છે. અખંડ જીવનની સાથે તમે જે અનાજ માતાજી સમક્ષ રાખ્યા હોય તેને રામનવમીના દિવસે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવા જોઈએ. 


અખંડ જ્યોતમાં જ્યાં સુધી ઘી અને વાટ હોય ત્યાં સુધી તેને પ્રજ્વલિત રહેવા દેવી. અખંડ જ્યોત નો દીવો જાતે ઓલવાઈ જાય તેને શુભ માનવામાં આવે છે. નવરાત્રીના દિવસે તમે કળશ સ્થાપના કરી હોય અને જે ચોખા પૂજામાં પધરાવ્યા હોય તેને માતાજીને ધરેલી વસ્તુઓની સાથે પાણીમાં વિસર્જિત કરવા. પૂજામાં ધરેલા અનાજ તમે પક્ષીઓને પણ ખવડાવી શકો છો.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)