ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં કોઈપણ સારું કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત અને શુભ દિવસ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. કોઈ વસ્તુની ખરીદી કરવી કે શુભપ્રસંગ માટે મુહૂર્ત કાઢવામાં આવતું હોય છે પરંતું વર્ષમાં એક દિવસ એવો હોય છે જ્યારે કોઈ મુહૂર્ત કાઢવામાં આવતું નથી અને તે દિવસ છે અખાત્રીજનો દિવસ... અખાત્રીજના પર્વને વણજોયું મુહૂર્ત કહેવાય છે. અખાત્રીજના પર્વ પર આ શુભકાર્યો કરશો તો તમારા પર આખુ વર્ષ ધનવર્ષા થઈ શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખાત્રીજનું પર્વ ખૂબ જ શુભ પર્વ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાયો કરશો તો આખુ વર્ષ તમારા પર મા લક્ષ્મીની કૃપા બની રહેશે. વૈશાખ મહિનાની શુકલ પક્ષની ત્રીજી તિથિ એટલે અખાત્રીજનો દિવસ... અખાત્રીજનો પર્વ શુક્રવારના દિવસે છે. શુક્રવારનો દિવસ મા લક્ષ્મીના પૂજન માટે શુભ માનવામાં આવે છે. ત્યારે શુક્રવારે સંયોગ થતા આ વખતે અખાત્રીજનો પર્વ ખાસ બની જાય છે.

અખાત્રીજના પર્વ પર કરો આ કામ:
1. મા લક્ષ્મીને સફાઈ ખૂબ પસંદ હોય છે,  આ દિવસે વિશેષ રીતે ઘરમાં સફાઈ કરો. પૂજા વિધિ માટે પણ સાફ કપડા પહેરો. મા લક્ષ્મીની આરાધના કરો. બજારમાંથી 11 કોડિયા લઈ આવો અને તેની પૂજા કરો અને જ્યા ધન મૂકો છો ત્યા મૂકી દો.

2. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ક્ષેત્ર કે વ્યવસાયમાં તમે કામ કરતા હોવ તેની સંબંધિત તસ્વીર તમારા ઘરમાં યોગ્ય સ્થાન પર લગાવો

3. આ દિવસે સાત્વિક ભોજન કરો, ભગવાનને પણ ભોગ ધરાવો અને  ઘરકંકાશથી દૂર રહો

4. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો, યથાશક્તિ પ્રમાણે દાન કરો

5. અખાત્રીજના પર્વ પર કેસર અને હલ્દીથી દેવી લક્ષ્મીની પૂજા કરો. આ રીતથી મા લક્ષ્મીની કૃપા રહેશે અને આર્થિક મુશ્કેલીઓમાં રાહત મળશે

6. આ દિવસે કરેલા કર્મો સાર્થક થાય છે, તેથી અખાત્રિજના પર્વ પર શુભ કાર્યો કરવા જોઈએ

7. સોના અથવા ચાંદીની મા લક્ષ્મીની ચરણ પાદુકા ઘરમાં લાવો અને નિયમિત પૂજા કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube