Fitkari Ke Totke: ફટકડી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. આયુર્વેદમાં ઔષધી ગણાતી ફટકડીનું વાસ્તુશાસ્ત્રમાં પણ મહત્વ છે. કેટલાક જ્યોતિષીય ઉપાયમાં પણ ફટકડીનો ઉપયોગ થાય છે. ફટકડીનો ઉપયોગ કરવાથી ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી વધે છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યા, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે પછી દાંપત્ય જીવનમાં સમસ્યા હોય તો આ બધી જ સમસ્યાઓને દૂર કરવાના પણ ફટકડીના ઉપાયોનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે. આ ઉપાયો કરવાથી જીવનમાંથી બધી જ સમસ્યાઓથી મુક્તિ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફટકડીના 5 અચૂક ટોટકા


આ પણ વાંચો: સોમવારે કરો આ 4 ચમત્કારી ઉપાય, શિવ કૃપાથી ઘર-પરિવાર ધન-ધાન્યથી રહેશે સમૃદ્ધ


નેગેટિવ એનર્જી દૂર કરવા


જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વધી હોય તેવું અનુભવાતું હોય તો ફટકડીને ઘરના એક ખૂણામાં રાખી દો. તેનાથી બધી જ નેગેટિવ એનર્જી દૂર થવા લાગશે. જો ઘરમાં વાસ્તુદોષના કારણે સમસ્યા રહેતી હોય તો એક લાલ કપડામાં ફટકડી બાંધીને રસોડામાં રાખી દો તેનાથી વાસ્તુદોષ દૂર થશે અને જીવનના કષ્ટ પણ દૂર થવા લાગશે.


પતિ પત્નીના અણબનાવને દૂર કરવા


જો પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય અને બંને વચ્ચે અણબનાવ રહેતો હોય તો ફટકડીનો આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. તેના માટે એક વાટકીમાં ફટકડી લઈ તેને બેડરૂમની બારી પાસે રાખી દો. આમ કરવાથી પતિ પત્ની વચ્ચે આવેલું અંતર દૂર થવા લાગશે અને સંબંધોમાં મીઠાશ રહેશે.


આ પણ વાંચો: વર્ષ 2024 માં શનિ અને કેતુ બનાવશે ષડાષ્ટક યોગ, રાતોરાત માલામાલ થશે 4 રાશિઓ


પૈસાની તંગી દૂર કરવા


જો તમારા જીવનમાં આર્થિક સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે ફટકડીનો એક ટુકડો લઇ પર્સમાં રાખી દો. આમ કરવાથી તમારા અણધાર્યા ખર્ચ બંધ થઈ જશે અને ધીરે ધીરે ધનમાં વધારો થવા લાગશે


સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માટે


જો તમારા ઘરમાં કોઈને કોઈ બીમાર રહેતું હોય તો ઘરની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે બીમાર વ્યક્તિના માથા પરથી ફટકડીનો એક ટુકડો સાત વખત ઉંધી દિશામાં ઉતારીને ઘરની બહાર ફેંકી દો. જો કોઈ વ્યક્તિને ઊંઘ સંબંધિત સમસ્યા હોય અથવા રાત્રે ખરાબ સપના આવતા હોય તો ફટકડીનો ટુકડો ઓશીકા નીચે રાખીને સુવાનું રાખો.


આ પણ વાંચો: મેષ રાશિની કાર્યક્ષેત્રે પ્રગતિ થશે, શાનદાર રહેશે આ 7 દિવસ, વાંચો સાપ્તાહિક રાશિફળ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)