આ 4 રાશિઓ માટે એપ્રિલનો મહિનો રહેશે શાનદાર, 3 ગ્રહોની ચાલ આપશે શુભ ફળ
April Grah Gochar 2024: એપ્રિલ મહિનો શરૂ થવાનો છે. આ મહિનામાં ઘણા ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિઓ પર થશે, પરંતુ ચાર રાશિઓ એવી છે જેને વિશેષ લાભ મળવાનો છે.
નવી દિલ્હીઃ April Grah Gochar 2024: એપ્રિલ મહિનો શરૂ થવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનો ખુબ ખાસ રહેશે, એવું એટલા માટે કે એપ્રિલ મહિનામાં ઘણા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. કેટલાક ગ્રહ પોતાની ચાલમાં પરિવર્તન કરશે, જેની શુભ અને અશુભ અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરવાની સાથે વક્રી અને અસ્ત પણ થશે. તો સૂર્ય, શુક્ર અને મંગળ ગ્રહ પોતાની રાસિ બદલશે. આ દરમિયાન કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
બુધ મેષ રાશિમાં થશે વક્રી
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ 2 એપ્રિલ 2024ના મેષ રાશિમાં વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચાલશે. બુધ ગ્રહને બુદ્ધિ, વિવેક અને વાણીનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ ગ્રહના મેષ રાશિમાં વક્રી ચાલથી કેટલાક જાતકોને ફાયદો તો કેટલાકને નુકસાન થઈ શકે છે. મેષ, વૃષભ, ધન, મકર અને કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
આ પણ વાંચોઃ મીન રાશિમાં બનશે નીચ ભંગ રાજયોગ, થશે તગડો લાભ, આ રાશિઓના બગડશે કામ
બુધ થશે અસ્ત
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ સૂર્યની સૌથી વધુ નજીક હોવાને કારણે જલ્દી અસ્ત થઈ જાય છે. બુધ વક્રી રહેતા 4 એપ્રિલે મેષ રાશિમાં અસ્ત થઈ જશે. બુધના અસ્ત થવાથી કેટલાક જાતકો પર પ્રભાવ પડશે. બુદ્ધિના દાતા બુધ 9 એપ્રિલે મીન રાશિમાં પ્રવેશ કરશે. બુધ અસ્ત અવસ્થામડાં મીન રાશિમાં અસ્ત થતા મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 10 મેએ મીન રાશિમાં રહેતા ફરી મેષ રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્યનું ગોચર
સૂર્ય બધા ગ્રહોના રાજા હોય છે અને તે 13 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મીન રાશિથી મેષ રાશિમાં ગોચર કરવાને કારણે ખરમાસ સમાપ્ત થઈ જશે. સૂર્ય મેષ રાશિમાં 14 મે સુધી રહેશે અને પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મેષ રાશિમાં ગોચર કરવાથી આશરે 12 વર્ષ બાદ ગુરૂ-સૂર્યની યુતિ બનશે. તેવામાં મેષ અને મિથુન સિવાય કેટલાક જાતકોને શુભ ફળ મળશે.
મંગળ ગોચર 2024
23 એપ્રિલ 2024ના ગ્રહોના સેનાપતિ અને ભૂમિ પુત્ર મંગળ ગુરૂની રાશિ મીનમાં પ્રવેશ કરશે. મંગળના મીન રાશિમાં પ્રવેશ કરવાની સાથે બુધ અને રાહુની સાથે યુતિ બનશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને સુખ, સુવિધા, ધન-સંપત્તિ અને ઐશ્વર્યદાતા માનવામાં આવ્યા છે. શુક્ર ગ્રહ 25 એપ્રિલે બપોરે 12 કલાક 7 મિનિટ પર મેષ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર આ રાશિમાં 19 મે સુધી રહેશે પછી પોતાની સ્વયંની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે.
આ પણ વાંચોઃ અંબાજીમાં અખંડ જ્યોતના દર્શન કરવા હવે 999 ના બદલે 1200 પગથિયા ચઢવા પડશે
આ જાતકોનું ભાગ્ય રહેશે પ્રબળ
એપ્રિલમાં સૂર્ય સહિત ઘણા ગ્રહોના રાશિ પરિવર્તન કરવાથી મેષ, વૃષભ, મિથુન, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળી શકે છે. આ જાતકો માટે એપ્રિલનો મહિનો શુભ અને ભાગ્યશાળી રહેશે. નોકરી કરનાર જાતકો માટે એપ્રિલનો મહિનો ધનલાભ કરાવી શકે છે. આ જાતકોના અધુરૂ કામ પણ પૂરા થશે.